યસ બેંક સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લાકસભામાં બેંક ડિફોલ્ટર્સનો મુદ્દો ઉઠવાતા સદનમાં હંગામો શરુ થઇ ગયો હતો. પ્રશ્નકાળ દરમિયાન રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, ‘મે સરકારને બહું સરળ સવાલ પૂછ્યો કે 50 ડિફોલ્ટરો કોણ છે. મને જવાબ ન આપ્યો. પીએમ કહે છે કે જે લોકોએ હિન્દુસ્તાની બેંકોમાંથી ચોરી કરી છે તેને પકડીને પાછા લાવશે. તો મે સરકારને તેમના નામ પુછ્યા તો તેમણે મને જવાબ ન આપ્યો. મારો સવાલ છે કે 50 લોકોના નામ ક્યાં છે.’
રાહુલ ગાંધીનાં આ સવાલ પર કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, (CIC)ની વેબસાઇટ પર વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ મળી જશે. આમા છૂપાવવા જેવી કોઇ વાત નથી. વધુમાં તેમણે કહ્યું કે લોકો પોતાના પાપોને બીજાના માથે નાંખવા માંગતા હોય છે જે અમે નહીં થવા દઈએ.