Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે ગુરુવાર રાતથી ધામા નાખી બેઠેલા દેશભરમાંથી આવેલા લાખો ખેડૂતોએ પોતાની માગણીઓના સંદર્ભમાં શુક્રવારે સવારે સંસદભવન તરફ કૂચ કરી. ૨૦૮ જેટલાં નાનાં-મોટાં ખેડૂત સંગઠનોનાં નેજા હેઠળ આયોજિત કરાયેલી સંસદ કૂચમાં માગણીઓનાં પ્લેકાર્ડ સાથે જોડાયેલા ખેડૂતોના જનસૈલાબે ગગનભેદી નારાથી સરકારના બહેરા કાન પર પોતાની માગો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોની આ ઐતિહાસિક મહાકાય રેલી દિલ્હીની સડકો પરથી પસાર થઈ સંસદભવન તરફ કૂચ કરી રહી હતી પરંતુ દિલ્હી પોલીસે સંસદભવન સુધી જવાની પરવાનગી ન આપતાં ખેડૂતોની રેલી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસસ્ટેશન નજીક સભામાં ફેરવાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ