PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છુ.
કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો.
દુનિયાની સ્થિતિ જોઈને લાગે છે કે બસ આ એક જ રસ્તો બચ્યો છે. આપને જે પણ મુશ્કેલી પડી છે. તે માટે માફી માગુ છુ. બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે. કોરોના વાઈરસે દુનિયાને કેદ કરી દીધો છે. દરેકને પડકાર આપી રહ્યો છે. આ વાઈરસ માણસને ખતમ કરવાની જિદ કરી બેઠો છે. તેથી સૌને એક થઈને સંકલ્પ લેવો જ પડશે.
આ લોકડાઉન આપને બચાવવા માટે છે. આપે પોતે બચવાનુ છે, પોતાના પરિવારને બચાવવાનો છે. હુ જાણુ છુ કે કોઈ પણ કાયદો તોડવા ઈચ્છતા નથી પરંતુ કેટલાક લોકો આનું પાલન કરી રહ્યા નથી. દુનિયામાં કેટલાક આ પ્રકારના જ લોકો છે જે આજે પસ્તાઈ રહ્યા છે. દુનિયામાં તમામ સુખનુ સાધન સ્વાસ્થ્ય છે. એવામાં નિયમ તોડીને આપ જીંદગી સાથે રમી રહ્યા છો.
પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને કોરોના વિરૂદ્ધની લડતમાં યુવાનોની ભાગીદારીના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરી લખ્યુ, કોરોના વિરૂદ્ધ લડતમાં યુવાનો સૌથી આગળ છે. આ સિવાય તેમણે 'PM-CARES ફંડ' માં સહયોગ કરનારાના પણ વખાણ કર્યા.
પીએમ મોદીના મન કી બાતના મુખ્ય મુદ્દાઓ
- સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો
- બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે
- હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો
- કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે
- પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં.
- કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે
- ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
- સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.