દિલ્હી સુધી પહોંચેલા જીવલેણ કોરોના વાયરસના કારણે PM મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે તેઓ હોળી મિલનના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. PM મોદીએ પોતે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ત્રણ હજારથી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમજ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતમાં પણ 25 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે.