Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જુનાગઢ મહાનગર પાલિકામાં ફરી એકવાર ચૂંટણી જંગ જામ્યો છે. 60 બેઠકો માટે ત્રિપાંખીય જંગમાં મતદાન કરવા વહેલી સવારે 8 વાગ્યાથી મતદારો લાંબી લાઇનોમાં લાગ્યા છે. શાસક અને વિપક્ષના નેતાઓ અને સમર્થકો ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યાં છે.

પાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે, સત્તાધારી ભાજપ સામે કોંગ્રસ અને એનસીપીના ઉમેદવારો મેદાનમાં છે. જુનાગઢમાં સત્તાધારી ભાજપે પૂર્વ ધારાસભ્ય મશરૂને પણ મેદાન ઉતાર્યા છે. કોંગ્રેસના આંતરિક કલેહ અને એનસીપીની એન્ટ્રીના કારણે રસાકસીનો માહોલ જામ્યો છે. મતદાન સાંજે પ વાગ્યા સુધી ચાલશે.

જુનાગઢની ચૂંટણીમાં ભાજપે 59, કોંગ્રેસે 49 અને એન.સી.પીએ 25 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે અન્ય 26 ઉમેદવારો પણ ચૂંટણીના જંગમાં છે. અહીં 2.38 લાખ મતદારો છે, જેમાં 1.25 લાખ પુરૂષ મતદારો, 1.15 લાખ મહિલા મતદારો કુલ 2.38 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ