રાહુલ ગાંધીએ આપેલા સાવરકરના નિવેદનને લઈને શિવસેના- કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાઈ શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ઉદ્ધવ ઠાકરે પણ ચર્ચા કરશે. રાહુલના નિવેદનને લઈને દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રહાર કર્યા છે. ફડણવીસે પ્રતિક્રિયા આપી છે કે રાહુલના નિવેદન પર શિવસેના કેમ ચૂપ છે ? માત્ર નામ લગાવવાથી કોઈ ગાંધી બની જતું નથી. સંજય રાઉતે રાહુલના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ કહ્યું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સભા દરમિયાન માફી ન માંગવાનું નિવેદન આપ્યું હતું કે "મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે".