મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને PM મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટ કરતાં લખ્યું છે કે, ‘તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને જમીનદોસ્ત કરવામાં વ્યસ્ત છો એવામાં કદાચ તમે વૈશ્વિક સ્તર પર તેલની કિંમતોમાં થયેલા 35%ના ઘટાડાનો ફાયદો ઉઠાવવાનો ભૂલી ગયા હશો. શું તમે કૃપા કરીને પેટ્રોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને તેનો ફાયદો ભારતીય નાગરિકો સુધી પહોંચાડી શકો છો? જેનાથી આ ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદ મળે.’