બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણાં મોટો ખેલ શરુ થઈ ગયો છે. એકતરફ જેડીયુ, ભાજપ, આરજેડી, કોંગ્રેસ સહિતની પાર્ટીએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે, ત્યારે બીજીતરફ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ આ વખતે મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ પહેલા એવી ચર્ચા હતી કે, તેજ પ્રતાપ નવી પાર્ટી બનાવાના છે, જોકે હવે તેમની નવી પાર્ટી બનાવવાની વાતનો ફિયાસ્કો થઈ ગયો છે.