દક્ષિણ પૂર્વ એશિયામાં ૯મી સદીમાં પ્રસરેલા ખમેર સામ્રાજ્યના સમયમાં એક પર્વત પર રચાયેલું મૂળ શિવમંદિર અંગે જાગેલા થાઈલેન્ડ અને કમ્બોડિયાના સંઘર્ષે હજી સુધીમાં ૩૨નો ભોગ લીધો છે. બંને તરફે સરહદી વિસ્તારોમાંથી હજ્જારો નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે. બીજી તરફ આ સંઘર્ષનો અંત લાવવા ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપાતકાળ બંધબારણે બેઠક યોજાઈ રહી છે. આ વખતે ક્રમાનુસાર ચૂંટાયેલા ૧૦ સભ્યો પૈકી મલેશિયા અત્યારે સલામતી સમિતિનું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે.