રાજકોટની એક યુવતી સિંગાપુરમાં એક સપ્તાહથી બીમાર હતી જે રાજકોટ પરત આવતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખી સેમ્પલ લેવાયા છે. રાજકોટમાં રહેતું એક નવદંપતી 25 ફેબ્રુઆરીએ હનીમૂન માટે સિંગાપુર મલેશિયાની ટુર પર ગયા હતા. આ દરમિયાન એક માર્ચથી યુવતીને તાવ અને શરદી હતા અને 6 માર્ચે તેઓ મુંબઈ ઉતર્યા હતા અને ત્યાંથી ફ્લાઈટ મારફત શુક્રવારે બપોરે રાજકોટ આવીને ઘર પહોંચ્યા હતા. ઘર પહોંચતા જ યુવતીની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તપાસ કરનાર તબીબને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે યુવતીને તુરંત સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી હતી તેમજ સેમ્પલ લેવાયા હતા. યુવતીના પતિમાં હજુ કોઇ લક્ષણો દેખાયાં નથી પણ તેના પરિવારના ૩ સભ્યોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.