મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.