Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિવિધ ક્ષેત્રે ઉપસી રહેલા મૂળ ઉદ્ધવ સંપ્રદાય ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી છે. તેમનો પ્રાદુર્ભાવ દુર્વાસાના શાપથી અયોધ્યા નગરીમાં અજય વિપ્રને ઘેર માતા સુમતિના ઉદરે વિક્રમ સંવત ૧૯૯૫ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના દિવસે સવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ રામ શર્મા હતું.
શુક્લ પક્ષના યંત્રવત્ વૃદ્ધિ પામતા રામશર્મા માતા-પિતાને આનંદ આપી તથા નગરવાસીઓને સ્વધર્મ, ભક્તિ, વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા. યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વેદાધ્યયન નિમિત્તે ગૃહત્યાગ કરીને સદ્ગુરુની શોધમાં નીકળી પડ્યા. અયોધ્યાથી નીકળેલા રામ શર્માની જુનાગઢ ગીરનાર તળેટીમાં અને સદગુરૂ શ્રી આત્માનંદ સ્વામી મળ્યા દીક્ષા લીધી અને "રામાનંદ સ્વામી" નામ ધારણ કર્યું. અષ્ટાંગ યોગ સાધના કરતાં દશાને પામ્યા. સમાધિમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનંદ સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી. શ્રી રંગ ક્ષેત્રમાં આચાર્ય વર શ્રી રામાનુજાચાર્ય થકી દીક્ષા પામ્યા. સમાધિમાં શ્રી કૃષ્ણ ભગવાનનાં દર્શન થયા એટલે પોતાને કૃત્ય માનવા લાગ્યા. પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃંદાવન આવ્યા. ત્યાં ભગવદ અનુષ્ઠાન કરતાં પુનઃ ભગવાનનાં દર્શન થયા. તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નુતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફુરણા જગાડી. રામાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રી ગણેશ કર્યા. રામાનુજ દર્શનના સિદ્ધાંતો અનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. ગામડે ગામડે તેમના બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થવા લાગી. ઠેર ઠેર ભક્ત  મંડળીઓ અને સદાવ્રતો  દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી. રામાનંદ સ્વામીના આશ્રમો પૈકીના લોજ ગામના આશ્રમમાં વિક્રમ સંવત્ ૧૮૫૬ ના શ્રાવણ સુદ છઠના રોજ શ્રી નીલકંઠ વર્ણી રૂપે શ્રીજીમહારાજ પધાર્યા. પીપલાણામાં સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને "સહજાનંદ સ્વામી" અને "નારાયણમુનિ" એવા બે નામ આપ્યા અને જેતપુરમાં સર્વ સંમતિથી સંવત ૧૮૫૮ માં શ્રી સહજાનંદ સ્વામીને ગાદી સોંપી અને તેમનું અવતરણ કાર્ય પૂરું કરીને અંતે ફરેણી ગામમાં વિક્રમ સંવત ૧૮૫૮ માગશર સુદ ૧૩ ને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત્  સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુક્ત થઈને દિવ્ય દેહને પામ્યા. અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુરુ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી ૨૮૦ મી પ્રાગટ્ય પર્વની છઠ્ઠીની ઉજવણી પરમ ઉલ્લાસભેર શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ વગેરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં સંતો - ભક્તોએ કરી હતી.જેના દર્શન માટે ભક્તો અને ભાવિકોનો ભારે ધસારો રહ્યો હતો.
પ્રાગટ્ય છઠ્ઠી પર્વે પૂજનીય સંતો - ભક્તોએ સાથે મળીને ઉત્સવ કર્યો હતો. અને થાળ ધરાવી, આરતી બાદ મહામંત્રની ધૂન સાથે આ પર્વની ઉજવણીને પૂર્ણાહુતિ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ