યસ બેંક ને ફરીથી પાટા પર લાવવા માટે RBI તરફથી કરવામાં આવેલા ડ્રાફ્ટ અંગે બોલતા SBIના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે ખાતાધારકોના બેંકમાં જમા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ આરબીઆઈ તરફથી જાહેર ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. રજનીશ કુમારનું કહેવું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યસ બેંકના 49 ટકા શેર ખરીદી શકે છે. નોંધનીય છે કે આરબીઆઈના નવા આદેશ સુધી યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. હાલમાં આ પ્રતિબંધ પાંચમી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી રહેશે.