ICC(International Cricket Council)એ મહિલા T20 વર્લ્ડકપ 2024નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશમાં યોજવાનો હતો, પરંતુ ત્યાંની ખરાબ પરિસ્થિતિને કારણે વર્લ્ડકપને યુએઈ(United Arab Emirates) ખસેડવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટના મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ અને દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. વર્લ્ડકપની શરૂઆત 3 ઓક્ટોમ્બર થશે.