વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. રવિવારે (15મી સપ્ટેમ્બર) અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે. જેમા વંદે ભારત અને મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.