કોરોના વાયરસ અને યસ બેંકના લીધે સોમવારે પણ ભારતીય શેર માર્કેટમાં હાહાકાર મચ્યો. સેન્સેક્સ લગભગ 2357 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 600 પોઈન્ટથી વધારોનો ઘટાડો નોંધાયો.જો કે યસ બેંકના શેરોમાં 34%નો ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલાં 2015માં સેન્સેક્સ 1,624 પોઈન્ટ તૂટ્યો હતો. બજારમાં આ કડાકાથી રોકાણકારોને ચિંતા વધી ગઈ છે. દિવસના અંતે સેન્સેક્સ 1942 અંક તૂટીને 35,634.95ના સ્તર પર, જ્યારે નિફ્ટી 538 તૂટીને 10,415.50ના સ્તર પર બંધ રહ્યો હતો. ડિસેમ્બર 2018 પછી નિફ્ટીનું આ સૌથી નીચલું સ્તર રહ્યું છે.