-
રાફેલ વિમાન સોદામાં સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને સોદામાં ભાગીદાર કંપનીના માલિક અનિલ અંબાણીને આંચકો મળે તેવા એક ચુકાદામાં મોદી સરકારની તમામ દલીલોનો અસ્વીકાર કરીને અરજદારોએ આ સોદાના કોર્ટમાં રજૂ કરેલા નવા દસ્તાવેજોના આધારે નવેસરથી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય આપ્યો છે. લોકસભા ચૂંટણીઓના વાતાવરણમાં જ મોદી અને ભાજપને સુપ્રિમનો આ આંચકો મુશ્કેલીમાં મૂકી શકે છે. સુપ્રિમ કોર્ટે રાફેલ સોદામાં અમને ક્લીન ચીટ આપી છે એમ કહેનાર સરકારના એ દાવાનો હવે છેદ ઉડી ગયો છે. સીજેઆઇ જસ્ટીસ રંજન ગોગોઇ અને અન્ય 3 જજોએ સર્વાનુમતે ઠરાવ્યું કે અરજદારો દ્વારા જે નવા દસ્તાવેજો તેમની સમક્ષ લાવવામાં આવ્યાં છે તેના પર સમીક્ષા રીટની ફરીથી સુનાવણી થશે. સરકારની એ દલીલ કે, રીટ કરનારાઓએ સંરક્ષણ મંત્રાલયમાંથી ગોપનીય દસ્તાવેજોની ફોટોકોપી કરીને ચોરી કરી છે તેથી તેના પર કોર્ટે વિશ્વાસ રાખવો ના જોઇએ એ દલીલ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે માન્યું કે લીક થયેલા દસ્તાવેજો યોગ્ય અને કાયદેસરતા ધરાવે છે. કોર્ટ હવે તેની સુનાવણીની તારીખ નક્કી કરશે. સુનાવણીમાં કોર્ટ રાફેલ વિમાન કિંમતની સાથે આ વિમાન બનાવનાર ફ્રાન્સની દસોલ્ટ કંપની દ્વારા અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે કેમ પસંદ કરી તેના વિશે પણ સાંભળશે. અરજદારોમાં ભાજપના જ પૂર્વ નેતાઓ અરૂણ શૌરી, યશવંતસિંહા અને એડવોકેટ પ્રશાંત ભૂષણનો સમાવેશ થયા છે. કોર્ટે અગાઉ સરકારે આપેલા દસ્તાવેજોના આધારે એમ કહ્યું હતું કે સોદામાં કાંઇ વાંધાજનક નથી. કોર્ટના આ તારણને ભાજપ સંગઠન અને મંત્રીઓએ અમારી સરકારને ક્લીન ચીટ મળી...હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આજે જે ઠરાવ્યું તે ભાજપ અને અંબાણી માટે મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે.