Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિમાચલના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં રવિવારે બપોરે ૪ માળના ગેસ્ટહાઉસની બિલ્ડિંગ તૂટી પડવાની દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૩ જવાનો સહિત ૧૪ લોકોનાં મોત થયાં છે. બિલ્ડિંગના કાટમાળ નીચેથી આ તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે કુમારહટ્ટીની એક બિલ્ડિંગ તૂટી પડી હતી અને ઢાબામાં ભોજન કરી રહેલા જવાનો તેની ચપેટમાં આવ્યા હતા. દુર્ઘટના બની તે વખતે ત્યાં ૪૨ લોકો હાજર હતા જેમાં ૩૦ લશ્કરી જવાનો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ૨૮ લોકોને બચાવાયા છે જેમાં ૧૭ જવાન અને ૧૧ સામાન્ય જનો છે. મૃતકોમાં બિલ્ડિંગ માલિકની પત્ની અર્ચના પણ સામેલ છે. હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આ દુર્ઘટના વિશે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ દુર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગેસ્ટહાઉસ તૂટી પડતાં એની નીચે આશરે ૪૨ જેટલા લોકો દટાઈ ગયા છે. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની જાણકારી મળતાંની સાથે બચાવ ટીમો અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોલનમાં રવિવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેને કારણે ભૂસ્ખલન થયું હતું. ત્રણ માળની આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઢાબા ચાલતો હતો. ઉપરના માળમાં હોમ સ્ટે હેઠળ રૂમો ભાડે આપવામાં આવતી હતી. આ હોટેલ ઢોળાવ પર હતી અને નીચે મોટી ખીણ હતી. આ ગેસ્ટહાઉસ સિમલાથી ૧૩૦ કિલોમીટર દૂર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ