Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીના સોનભદ્ર ખાતે થયેલા હત્યાકાંડ પર રાજકીય સંગ્રામ વધી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિજનોને મળવા સોનભદ્ર જઈ રહ્યાં હતા ત્યારે પોલીસે મિર્ઝાપુર ખાતે તેમની અટકાયત કરી હતી અને તેમને ચુનાર ગેસ્ટહાઉસ લઈ જવાયા હતા. પ્રિયંકાએ સ્પષ્ટ કહ્યું કે તેઓ નરસંહાર પીડિતોને મળ્યા વગર પરત જવાના નથી. ગેસ્ટહાઉસમાં આવ્યે મને ચોવીસ કલાકનો સમય થયો છે શું સરકારનો એક માણસ મારી પાસે આવ્યો. તેમણે કહ્યું કે જો સોનભદ્રમાં ધારા ૧૪૪ લાગુ હોય તો પીડિત પરિવારોને મિર્ઝાપુર અથવા તો વારાણસી મળવા બોલાવી શકાય છે. પીડિત પરિવારજનો સાથે મુલાકાત ન કરવા દેવામાં આવતા પ્રિયંકા ચુનાર ગેસ્ટહાઉસમાં કોંગ્રેસ કાર્યકરો સાથે ધરણા પર બેઠા હતા. આખરે ૨૬ કલાકના ધરણા બાદ પ્રશાસન પ્રિયંકાની જીદ આગળ ઝૂક્યું હતું અને તેમને પીડિત પરિજનોને મળવાની મંજૂરી અપાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ