Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર મહાત્મા ગાંધી હોલમાં આયોજીત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં એવા વિવાદી વિધાનો કર્યા કે બ્રાહ્મણ હોવા અંગે તેમને ગર્વ છે. અને તેમની દ્રષ્ટિએ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર બ્રાહ્મણ હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રાહ્મણ છે કેમ કે જેઓ વિદ્વાન છે, જ્ઞાની છે તેઓ તમામ મારા મતે બ્રાહ્મણ છે. અને તેમાં કાંઇ ખોટુ નથી એમ કહીને તેમણે ક્ષત્રિયો અંગે એમ કહ્યું કે જે શક્તિશાળી છે તે જ ક્ષત્રિય છે. તેમના વિધાનોના પગલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને એમ સમજાતું હતું કે તેઓ પોતાના વલણમાં કાંઇ ફેરફાર કરશે.પરંતુ અધ્યક્ષે ઘેરા પ્રત્યાઘાતો પછી પણ પોતાના વલણને વળગી રહીને પુનરોચ્ચાર કર્યો કે કોઇ વિદ્વાન-જ્ઞાનીને બ્રાહ્મણ કહેવામાં કાંઇ ખોટુ નથી. અને તેથી મને એ કહેવામાં કોઇ હિચકિચાટ નથી કે ડો.આંબેડકર અને વડાપ્રધાન મોદી બ્રાહ્મણ કહેવાય.

    વિધાનસભાના અધ્યક્ષ પોતે સિનિયર ધારાશાસ્ત્રી છે. ભાજપના ધારાસભ્ય છે. જ્યાં કાયદાઓ ઘડાય છે તે વિધાનસભાનું અધ્યક્ષના હોદ્દાની રૂએ સંચાલન કરે છે. તેમણે આવા વિધાનોથી દૂર રહેવું જોઇએ તેના બદલે એક વાર બોલ્યા પછી પણ એ જ વાતને વળગી રહે છે તેનો અર્થ એમ કરી શકાય કે શું આ જ તેમની માનસિક્તા છે? આજે જાતિવાદનું ઝેર ગુજરાત અને દેશ આખામાં ફેલાયેલું છે. વાડાબંધી તોડવાની વાતો ચાલે છે અને જેઓ જીંદગીભર જાતિવાદનો ભોગ બન્યા તે બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે મનુવાદને કારણે હિન્દુ ધર્મ છોડીને બૌધ્ધ ધર્મી બન્યા હતા ત્યારે તેમને બ્રાહ્મણ કહેવા તે દલિતોની સાથે સમસ્ત બ્રહ્મ સમાજને ભડકાવવાનું કામ તેઓ કરી રહ્યાં છે? વડાપ્રધાન મોદી પોતાને ઓબીસી ગણાવવામાં એકેય તક છોડતા નથી. ઓબીસીથી ય આગળ કોઇ અતિ પછાત હોય તો તે જાતિના કહેવડાવવાનું પસંદ કરી રહ્યાં છે જેથી ઓબીસી વર્ગ સમુદાયને એમ લાગે કે મોદી તો આપણાં જ છે. પરંતુ મોદીના પક્ષના જ ધારાસભ્ય અને અધ્યક્ષ તેમને બ્રાહ્મણ ગણાવી રહ્યાં છે અને તે પણ જાહેર મંચ પરથી તથા પોતાના શબ્દો પાછા લેતા નથી ત્યારે ભાજપના આંતરિક વર્તુળોમાં હવે એવો છુપો ભય વ્યાપ્યો છે કે એક અધ્યક્ષ થઇને તેઓ જો આવું બોલશે તો તેમનામાં અને કોંગ્રેસના મણિશંકર ઐયરમાં શું તફાવત? કેમ કે ઐયરે મોદીને નીચ કહ્યાં અને અપમાન કર્યું તો રાજેન્દ્ર ત્રિવેદી મોદીને ઉચ્ચ જાતિના એટલે કે બ્રાહ્મણ ગણાવીને શું તેમનું એક રીતે જોતા અપમાન નથી કરી રહ્યાં..?

    વડાપ્રધાન ગાજી ગાજીને 14 એપ્રિલે જય ભીમની સાથે બોલ્યા કે ગરીબો અને દલિતોના મહામાનવ એવા આંબેડકરજીને કારણે તેઓ વડાપ્રધાનપદ સુધી પહોંચી શક્યા કેમ કે તેઓ પછાત હતા. આમ મોદી પોતાને ઉચ્ચ જાતિના ગણાવવાથી દૂર રહે છે અને તેઓ ઓબીસી વર્ગના જ છે છતાં તેમને જ્ઞાની ગણાવીને તેમને બ્રાહ્મણ ગણાવવા તે અધ્યક્ષની હિમાલય જેવડી મોટી ભૂલ છે. તેના કરતાં પણ મોટી ભૂલ દલિતોના મસીહાને બ્રાહ્મણ ગણાવીને અધ્યક્ષે દલિતો, બ્રાહ્મણો અને ક્ષત્રિયો એમ સમાજના 3 વર્ગોમાં ભાજપ પ્રત્યે અસંતોષ પેદા થાય તેવું કામ કર્યું હોવાની છાપ ઉપસી રહી છે.

    આમ પણ હાલમાં ભાજપની રાજકીય હાલત ખરાબ છે. દલિતોના કાયદાને લઇને દેશના દલિતો ભાજપને દલિતવિરોધી માની રહ્યાં છે. તેમને મનાવવાના અનેક પ્રયાસો મોદીથી લઇને સમગ્ર સંગઠન કરી રહ્યાં છે. પક્ષ પ્રમુખ અમિત શાહ દલિતોના ઘેર ઘેર જઇને ભોજન કરી તેમની નારાજગીને દૂર કરવા મથી રહ્યાં છે ત્યારે તેમના જ પક્ષના સિનિયર ધારાશાસ્ત્રી અને ધારાસભ્ય તથા વિધાનસભાના અધ્યક્ષ ડો. આંબેડકરને બ્રાહ્મણ ગણાવીને ભાજપના મતોમાં મસમોટુ ગાબડુ પાડવાનો જાણે-અજાણે પ્રયાસો કરી રહ્યાં હોવાનું ભાજપના વર્તુળો માની રહ્યાં છે. તેના ઘેરા પ્રત્યાઘાતો કર્ણાટકની ચૂંટણીમાં પડી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ થઇને જાતિવાદને ઉત્તેજન આપવું તે પણ શોભાસ્પદ નથી. જેઓ પોતાને બ્રાહ્મણ હોવાનો ગર્વ જાહેરમાં ગણાવતાં હોય તેઓ વિધાનસભામાં દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને બોલવા ના જ દે સ્વાભાવિક છે અને બજેટ સત્રમાં મેવાણીને બોલવા ના દેવાયા તે માટે કદાજ અધ્યક્ષની પોતાની આ જાતિવાદનો ભેદભાવ હશે જે અયોગ્ય અને ભાજપ માટે ખતરનાક છે એમ પણ વર્તુળો કહી રહ્યાં છે. ગુજરાતમાં આ માનસિકત્તા વર્ગ વિગ્રહ તરફ સમાજને દોરી જશે..ઇશ્વર તેમને સદબુધ્ધિ આપે ગુજરાતના 58મા સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ...!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ