Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વાસુ અને સપનાને તેમના લગનની પ્રથમ રાત માટે ઘરેથી એક હોટેલમાં લઇ જવાયા. હોટેલનું વાતાવરણ ઘરના રૂમ કરતાં કંઇક સારુ હતું. હોટેલમાં બન્ને પરિવારોમાંથી જુવાન અને પરિણિત કેટલીક મહિલાઓ ને પુરૂષ વર્ગ ખાણી-પીણી અને વાતોથી કંટાળીને એક જણને કહ્યું- જરા જઇને પૂછ તો ખરા કે શું થયું? આ વખતે કોઇ મહિલાને બદલે પૂરૂષ વર્ગમાંથી વાસુને પૂછવા મોકલાયો. આમ પણ લગભગ 4-5 કલાક તો થઇ જ ગયા હતા હોટેલમાં આવ્યાં ને અને સૌ કોઇ હવે બગાસા ખાઇ રહ્યાં હતા. હોટેલના રૂમમાં પણ વાસુ-સપના કલાકોની મથામણથી કંટાળીને આડા પડ્યા હતા. બન્નેએ હવે એક બીજા ઉપર દોષારોપણની શરૂઆત કરી.

    વાસુએ સપનાનો વાંક કાઢ્યો કે તારામાં જ કંઇક ખામી છે. તું જ ખરાબ છે. તો આ સાંભળીને સપના પણ હવે ક્યાં ચુપ બેસવાની હતી. તે પણ કંટાળી ગઇ હતી. તેણે પણ જવાબમાં વાસુનો વાંક કાઢ્યો અને આટલો સમય બગાડવા બદલ વાસુ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગી. વાસુને પૂછવા ગયેલો પૂરૂષ વર્ગ પૈકીનો એક જુવાનિયો રૂમના દરવાજે પહોંચ્યો તો અંદરથી ઉગ્ર બોલાચાલીનો અવાજ સાંભળીને તે પણ ચોંક્યો. તે તરત પાછો વળ્યો અને રાહ જોઇ રહેલાઓને જાણ કરી કે વાસુ અને સપના તો કાંઇ એકબાજા સાથે ઝગડો કરી રહ્યાં છે. ચાલો આપણે બધા જઇએ અને પૂછીએ કે શું થયું. આ સાંભળીને બધા ફટાફટ ઉભા થયા અને ઉતાવળે ઉતાવળે વાસુ-સપનાના રૂમ તરફ ધસી ગયા. તેઓ રૂમની નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં તો વાસુ અને સપના ગાળાગાળી પર આવી ગયા હતા. તું ખોટી છે., તું નામર્દ છે..એવા અવાજો વચ્ચે તેમણે વાસુ... વાસુ..ની બુમ પાડીને બારણું ખખડાવ્યું.

    બહારથી અવાજ સાંભળીને બન્નેએ પોતાના વસ્ત્રો બરાબર કર્યા અને સપનાએ સફેદ કપડું હાથમાં જ પકડી રાખ્યું. વાસુએ દરવાજો ખોલ્યો. રૂમમા પહેલા મહિલાઓએ હળવેકથી પ્રવેશ કરીને સપના ક્યાં છે તે તરફ નજર દોડાવી. ખાસ કરીને સપનાના પરિવારમાંથી આવેલી કેટલીક મહિલાઓએ સપનાની ચિંતા કરીને તેની પાસે ગઇ. શું થયું....કેમ ઝગડો છો...કેમ કાંઇ થતું નથી.... શું પ્રોબલેમ છે.....એવા સવાલોથી તેમનો ઉધડો લીધો. કેમ કે તેઓ પણ હવે ખરેખર ગળે આવી ગયા હતા. કેમ કે આ પ્રસંગ એક રાતનો અને તેમાં વિલંબ તથા કોઇ પરિણામ નહી. સવાલો સાંભળીને સપનાએ પોતાના પરિવારમાંથી આવેલી પરણિત મહિલાને સફેદ કપડુ બતાવતાં કહ્યું- મારો કોઇ વાંક નથી. મેં તો ઘણો સહયોગ આપ્યો પણ (વાસુની તરફ આંગળી કરીને ) આમાં જ કાંઇ દમ નથી, ભલીવાર નથી. નામર્દ છે નામર્દ. લો કપડુ. આનું હવે હું શું કરૂ ? આ સાંભળીને રૂમમાં સન્નાટો છવાઇ ગયો. બન્ને એકબીજાનો વાંક કાઢતા હતા. વડિલોને કહેવું તો શું કહેવું...? આમાં તો બન્ને પરિવારોની આબરૂ જાય છે. તેમને સમજાવ્યાં. પણ બધુ જ બેકાર. છેવટે સપનાના પિતાને જાણ કરવાનો નિર્ણય કરીને તેમને મોબાઇલ ફોન કરાયો. સપનાના પિતા કે જેઓ પોતાના માથે વટભેર પાઘ બાંધવાની આશા રાખી રહ્યાં હતા તેઓ તો સામા છેડેથી સાંભળીને નિરાશ થયા. એ પણ જાણ્યું કે વાંક સપનાનો નથી. સપના તો હજુ ગંગાની જેમ પવિત્ર જ છે અને વાસુનો વાંક છે ત્યારે તે સાંભળીને તેમને થયું કે હાશ, મારી દિકરી વાંકમાં નથી.

    વાસુ અને સપનાને હોટલેથી ઘરે લઇ જવાયા. બન્ને પરિવારોના સભ્યો ભેગા થયાં. એકબીજાનો વાંક કાઢવા લાગ્યા. સપનાના પિતાએ વાસુના પરિવારને કહ્યું કે જુઓ, તમારા છોકરામાં જ દમ નથી. કાલે ઉઠીને હું મારી સપના તમારે ત્યાં આપું અને છોકરામાં કાંઇ છે જ નથી તો તે આખી જિંદગી સંતાન વગર પસાર કરશે? મારે આવા પરિવારમાં મારી દિકરીને આપવી નથી. મારી દિકરીને છુટી કરો. કેમ કે હજુ પણ કાંઇ બગડ્યું નથી. મારી દિકરી સાચી છે એટલે બીજો કોઇ મળી જશે. આ સાંભળીને ઉકળી ઉઠેલા વાસુના પિતાએ છોકરીનો વાંક કાઢ્યો. તારી છોકરી જ બરાબર નથી. અમારે એવી જોઇતી નથી......આમ બન્ને પરિવારોએ ત્યારબાદ થોડાક સમય પછી વાસુ અને સપનાના લગ્ન નાત પંચાયતમાં જઇને ફોક કરી નાંખ્યાં...!!! સમાજના પંચોને એકત્ર કરીને કોઇપણ નાના મોટા બનાવોનો નિકાલ લાવવાની પરંપરા રહેલી છે. ગંભીરમાં ગંભીર જેમ કે હત્યાના બનાવનો નિકાલ પંચોની સમજાવટથી બન્ને પક્ષકારો માત્ર ચાનો એક કપ પીને લાવતા હોય છે. વાસુ અને સપનાના વડિલોએ નાત પંચાયતમાં તેમની સામાન્ય ફી આપીને લગ્ન ફોક થયાનો મોખિક સિક્કો મેળવ્યો. જેથી તેઓ અન્યત્ર લગ્ન કરી શકે. જે વાસુ સપનાએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા હતા અને લગ્ન બાદ સાથે મળી પોતાની એક નવી નાનકડી સરસ મજાની દુનિયા વસાવવાનું એકબીજાને કહ્યું હતું તે છારા સમાજની વર્ષોથી પ્રસ્થાપિત કૌમાર્ય પરીક્ષાની એક પરંપરામાંથી પાસ ન થતાં છેવટે તેમની દુનિયા વસે તે પહેલાં જ ઉજડી ગઇ....!! (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ