Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શું છે આ વર્જીનીટી અને શા માટે માત્ર મહિલાએ જ તેની પરીક્ષા આપવાની? પૂરૂષ તેમાંથી બાકાત શા માટે અને શું છે વર્જીનીટીનો ઇતિહાસ. આદમ અને ઇવ પૃથ્વી પરના પ્રથમ માનવ. ઇવ વર્જીન હતી તેનો કોઇ ઉલ્લેખ નથી પણ બાઇબલમાં ઇશુની માતા સન્નારી મેરીને વર્જીન કહેવામાં આવી છે. તેના ચોક્કસ કારણો પણ અપાયા છે. પ્રાચીન રોમન અને ગ્રીક સભ્યતામાં પણ વર્જીન કન્યાને સન્માન મળતું હતું. એલિઝાબેથ-1ને વર્જીન માનવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં યુવતીઓની લશ્કરમાં ભરતી વખતે મેડીકલ પધ્ધતિ મુજબ ટુ ફિંગર ટેસ્ટ લેવાય છે. જો કે તેનો ભારે વિરોધ પણ થયો છે. ચીનના અખબાર બેસ્ટ ચાઇના ન્યૂઝમાં પ્રસિધ્ધ અહેવાલ અનુસાર, ચીનમાં પ્રાચીન સમયમાં કૌમાર્ય પરીક્ષણની પધ્ધતિ હતી. જેમાં નવવધુને પ્રથમ રાતે સફેદ કપડુ આપવામાં આવતું હતું. જો યુવતી નાપાસ થાય તો પતિને તેને તેના પિયરમાં પરત મોકલી આપવાનો એટલે કે છૂટાછેડાનો અધિકાર મળતો હતો. આજની તારીખમાં પણ આફ્રિકાના ઘણાં દેશોમાં વર્જીનીટી ટેસ્ટની પ્રથા છે. છારા સમાજમાં આ પ્રથા સદીઓથી ચાલતી આવે છે. વાસુ-સપનાના કિસ્સા પછી આ પ્રથા અંગે ઠીક ઠીક વિવાદ પણ થયો. પરંતુ આ લખનાર સહિત છારા સમાજમાં 100માંથી 90 ટકા માને છે કે આ પ્રથા એક સારી પ્રથા છે. આ પ્રથાને કારણે જ છારા સમાજના માતા-પિતા પોતાના દિકરીઓ પર ચાંપતી નજર રાખે છે. તે કોઇ કુંડાળામાં ફસાઇ ના જાય તેની કાળજી લે છે તેના લગ્ન ના થાય ત્યાં સુધી. કેમ કે દરેક માતા-પિતાને ખબર જ છે કે તેના લગ્ન પછી તેને પલ્લાની પરીક્ષામાંથી પસાર થવાનું છે. જો તે પાસ થશે તો તેના પિતા અને અન્ય વડિલોને પાઘ બાંધવાનું સૌભાગ્ય મળશે. પરિવાર સમાજમાં માથું ઉંચુ કરીને ચાલશે. એટલું જ નહીં સાસરિયામાં પણ તેને માન-સન્માન મળશે. પરિણામે પરિવારમાં માતા પોતાની દિકરીને ખૂબ સાચવે છે. જે એક સભ્ય સમાજની સારી અને આવકારદાયક બાબત કહી શકાય. છારા સમાજમાં કેટલાક દૂષણોને દૂર રાખવા આ પ્રથા જરૂરી અને અનિવાર્ય છે.

    મહારાષ્ટ્રમાં છારા સમાજ કંજરભાટ તરીકે ઓળખાય છે. પૂણેમાં તાજેતરમાં કેટલાક તરવરિયા યુવાનો અને યુવતીઓ દ્વારા વર્જીનીટી ટેસ્ટ સામે વિરોધ અને ઝુંબેશ શરૂ થઇ છે. જો કે પૂણે, નંદુરબાર, ઔરંગાબાદ, અંબરનાથ વગેરે. શહેરોમાં રહેતા કંજરભાટ સમાજના પંચાયત દ્વારા તેનો વિરોધ કરાયો છે. પૂણેમાં સમાજના સિનિયર વકીલ અને વરિષ્ટ પંચ મૂરચંદ ભાટ દ્વારા તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો આપણાં સમાજમાંથી આ પ્રથા નિકળી જશે તો સમાજમાં વ્યભિચારનો સડો પેસી જશે. તેમની વાત સાથે સૌએ સંમત થવું જ પડશે. સવાલ એ થાય છે અન્ય સભ્ય સમાજ અને સમસ્ત મહિલા જગત દ્વારા કહેવામાં આવે છે કે આવી પરીક્ષા છોકરીએ જ શા માટે આપવી? છોકરાની વર્જીનીટી ટેસ્ટ શા માટે નહીં?

  • કંઇક એ હોઇ શકે કે ઇશ્વરને નારી પર વિશ્વાસ છે. ઇશ્વર જ્યારે આ જગતમાં બાળકને મોકલે છે ત્યારે એક માતા પર વિશ્વાસ રાખીને મોકલે છે કે, તે જ તેને બોલતા શિખવાડશે, તે જ તેને ચાલતા શિખવાડશે, તે જ તેને ઉછેરશે. આ જવાબદારી ઇશ્વરે પુરૂષને સોંપી નથી. ઇશ્વરે માતા બનવાનું સૌભાગ્ય પૂરૂષને નહીં પણ નારીને જ આપ્યું છે તેમ તેમણે પોતાની હયાતિની પવિત્રતાની નિશાની પણ પૂરૂષના નહીં પણ નારીના જ શરીરમાં જ મૂકી છે. ઇશ્વરને વિશ્વાસ છે કે પૂરૂષ નહીં પણ નારી જ તેની પવિત્રતતા (કૌમાર્ય)ને જાળવી રાખશે. આ ઇશ્વરની -કુદરતની રચના છે કે પવિત્રતાની નિશાની નારીમાં મૂકાયેલી છે. જેને આબરૂ કે ઇજ્જત પણ કહી શકાય. આપણે જોઇએ છીએ કે પરિવારમાં માતા કે મહિલા વર્ગ જ છોકરીઓની સુરક્ષાની વધારે ચિંતા કરે છે. ડોક્ટરો દ્વારા ઘણીવાર વર્જીનીટી ટેસ્ટમાં છોકરી નિષ્ફળ જવાના કેટલાક કારણોમાં સાયકલીંગ, યોગા, ઘોડેસ્વારી, કસરત અને જન્મથી જ ખામી વગેરેનો સમાવેશ થાય છે.
  • કોઇ કહેશે કે મેલ વર્જીનીટી કેમ નહીં? તો તેની પાસે એ પ્રશ્નનો જવાબ નહીં હોય કે ઇશ્વરે પૂરૂષને નારી જેવી પવિત્રતા આપી છે? જવાબ હોય તો આવકાર્ય અને ચર્ચાને લાયક ગણાશે. છારા સમાજ અને લગભગ તમામ સમાજના પરિવારમાં નારીને વિશેષ કરીને વરવધુ કે પુત્રવધુને લક્ષ્મી તરીકે માન સન્માન મળે છે. પૂરૂષને એવું સન્માન સાસરિયામાં મળે છે? આ એક સામાજિક બંધારણની રચના છે. પરિણામે ઇશ્વરની રચનાને આવકાર આપીએ. સદીઓથી ચાલતી આવતી આ પ્રથા સામે જો કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ વર્જીનીટી ટેસ્ટને સ્ત્રીના સ્વમાનના ભંગ સમાન, અપમાનજનક અને માનવ અધિકારના ભંગ સમાન ગણાવીને તેનો વિરોધ કર્યો છે. છેલ્લે વર્જીનીટી ટેસ્ટનો એક જ ઉત્તમ ઉપાય છે અને તે એ કે છોકરી પોતે જ કહે તો.

    છારા સમાજની સદીઓ પુરાણી પ્રસ્થાપિત કૌમાર્ય પરીક્ષણમાં વાસુ અને સપના કોઇ કારણોસર નિષ્ફળ ગયા અને છેવટે તેમના લગ્ન ભાંગી પડ્યા. બન્નેના પરિવારોએ ત્યારબાદ પોતપોતાની રીતે તેમને થાળે પાડ્યા. વાસુને પાત્ર મળ્યું તો સપનાને પણ કુંવારો છોકરો મળ્યાં. વાસુ અને સપનાએ અલગ પડીને નવા ઘર માંડ્યા ત્યારે નવાઇ પમાડે તેમ બન્નેને ત્યાં સંતાનો છે.....!!!!

    હવે પછી છારા સમાજની વધુ એક અજાણી વાત...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ