Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતના નકશા પર નજર નાંખીએ તો પંજાબ સૌથી સમૃધ્ધ અને રાજકીય પ્રભુત્વ ધરાવનાર રાજ્ય છે ગણાય છે. અંગ્રેજોએ ભારતના એક પછી એક નાના-મોટા રાજા રજવાડાઓને સામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવીને પોતાની ગુલામી હેઠળ લેવા માંડ્યા હતા. એક પછી એક વિસ્તારો અને તે વખતના પ્રાંતો પર કબ્જો મેળવતા મેળવતા તેઓ પંજાબ પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર એક આંખ ધરાવતાં શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંગ ખરા અર્થમાં સીના તાન કર તેમની સામે અજેય દિવાલ અને ઢાલ બનીને ઉભા હતા.

    મહારાજા જીવ્યાં ત્યાં સુધી તેમની હકૂમત વાળા વિશાળ રાજ્યમાં કાબા અંગ્રેજો બ્રીટીશ ધ્વજ ફરકાવી શક્યા નહોતા. મહારાજાના શાસનકાળમાં પંજાબ ખૂબ સારી રીતે વિક્સ્યું હતું. અને લોકો સમૃધ્ધ હતા. કોઇ એમ કહે કે પંજાબ અને દેશના ઇતિહાસમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તે મહારાજા રણજીત સિંગ છારા –સાંસી જાતિના હતા તો કોઇ તે માનવા તૈયાર ના થાય. અન્ય સમાજ તો ઠીક પરંતુ શીખ સમુદાય પણ તેમને સાંસી જાતિના હોવાનું સ્વીકારતાં ખચકાય છે. મહારાજ રણજીત સિંગ શીખ હતા. તેમને એ ધર્મ વારસામાં મળ્યો હતો. તેમના પૂર્વજો સાંસી જ હતા અને વર્ષો સુધી ભટકતું જીવન ગાળતા પંજાબ પહોંચીને ત્યાં સ્થાયી થયા હતા. તેમાંથી કેટલાક તે સમયે સ્થાનિક શીખ ધર્મીઓના સંપર્કમાં આવ્યાં જેમાં મહારાજા રણજીતસિંગની પેઢીના પૂર્વજો પણ હતા અને તેમણે શીખ ધર્મ સ્વીકાર્યો હતો.

    ધી સાંસીસ ઓફ પંજાબ અધિકૃત પુસ્તકમાં લેખક શેરસિંગ-શેર દ્વારા મહારાજા રણજીત સિંગના પૂર્વજોની સમગ્ર અધિકૃત વંશાવલી આપીને એ સાબિત કરી બતાવ્યું છે કે સમગ્ર શીખ સમુદાય જેમના વિશે અત્યંત ગૌરવ અનુભવે છે અને જેની બહાદુરી-દિલેરી અને સુશાસનના વખાણ કરતાં થાકતા નથી તે શેર-એ- પંજાબનું મહાન માન સન્માન મેળવનાર મહારાજા રણજીત સિંગ પંજાબના જાટ સમુદાયના નહીં પણ સાંસી કબીલાના હતા. શીખો તેનો ઇન્કાર કેમ કરે છે તેના કારણો આપતાં આ પુસ્તકમાં ઉલ્લેખ છે. 1839માં મહારાજા રણજીત સિંગના નિધન બાદ તેમનું સામ્રાજય પડી ભાંગ્યુ અને આંતરિક ફાટફૂટને કારણે છેવટે અંગ્રેજોનું રાજ પંજાબમાં આવ્યું.

    સમય જતાં સાંસી સમાજ અંગ્રેજોની દ્રષ્ટિએ ગુનેગાર જાતિ ગણાતું હતું અને સાંસી એટલે ચોર-લૂંટારાની નકારાત્મક છાપ પડી હતી. જે આજે પણ પંજાબ અને અન્યત્ર છે જ. તેથી જો શીખ સમુદાય એવું સ્વીકારે કે રણજીતસિંગ મૂળ જાટ નહીં પણ સાંસી કબિલાના હતા તો શીખ ધર્મ અને વિશેષ કરીને મહારાજાનું ગૌરવ હણાઇ જાય એમ શીખ સમુદાય માને છે. જો કે તેની સામે લેખકે પુસ્તકમાં સચોટ દલીલ અને દાખલો આપ્યો છે. તેઓ કહે છે કે ભારત 200 વર્ષ અંગ્રેજોનું ગુલામ રહ્યું, ગુલામી સહી તે પ્રાચીન ભારતનું કલંક કે નકારાત્મકતા છે છતાં આપણે ભારતના મહાન રાજા અશોક ધી ગ્રેટનું નામ લઇને ગૌરવ અનુભવીએ છીએ કે નહીં? તેના ભરપૂર વખાણ કરીએ છીએ તેમ સાંસી સમાજના માથે ભલે ગુન્હાહિત જાતિનું કલંક લગાવાયું તેમ છતાં અશોક- ધી ગ્રેટના ગૌરવની જેમ શીખ ધર્મી મહારાજા રણજીત સિંગ- ધી ગ્રેટ સાંસી કબિલાના હતા એવું ગૌરવ શીખ સમુદાય ના લઇ શકે? શીખ ધર્મમાં હિન્દુ ધર્મની જેમ જાતિભેદ કે વર્ણ ભેદ નથી. કોઇ ઉંચનીચ નથી. શીખ ધર્મમાં સૌ સમાન છે ત્યારે એ ધર્મના સમુદાયે આજે નહીં તો કાલે, લેખકના મતે મહારાજા સાંસી જાતિના હતા તેનો સ્વીકાર કરવો જ રહ્યો.

    પંજાબનો ઇતિહાસ અને ભારતના અંગ્રેજો સામેની લડાઇ લડનારાઓમાં મહારાજા રણજીત સિંગના નામના ઉલ્લેખ વગર ઇતિહાસ અધૂરો છે તેમ તેમની અસલ જાતિ છુપાવવાથી મહારાજાની સાચી ઓળખ પણ અધૂરી રહેશે . મહારાજાની મૂળ જાતિની ઓળખ સ્વીકારવામાં શીખ સમુદાયે છોછ કે ખચકાટ રાખવો ના જોઇએ. વારસામાં મળેલા શીખ ધર્મને કારણે મહારાજાએ પોતાના શાસનકાળ દરમ્યાન શીખ ધર્મગુરૂ ગોબિંદસિંગની ભવ્ય સમાધિ બનાવી તો પંજાબનું સુપ્રસિધ્ધ સુવર્ણ મંદિર-ગોલ્ડન ટેમ્પલનું પણ તેમણે જ નિર્માણ કરાવ્યું હતું.

    પંજાબના અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું નામ રાજા સાંસી એરપોર્ટ હતું. પરંતુ રાજકીય કારણોસર તેનું નામ બદલી નાંખવામાં આવ્યું. જેની સામે પંજાબના સાંસી સમાજના શિક્ષિતોએ વિરોધ પણ કર્યો અને તેની લડત ચાલી રહી છે. અમૃતસરની નજીકમાં જ રાજા સાંસી નામનું નગર છે. તેના નામ પરથી વિમાની મથકનું નામ રાજા સાંસી વર્ષો પહેલા રાખવામાં આવ્યું હતું.

    પંજાબમાં વસતા ઘણા છારા-સાંસી પરિવારો આજે પણ શીખ ધર્મ પાળે છે પણ સમાજના જુના રીત રિવાજ છોડ્યા નથી. પંજાબી ભાષાની સાથે છારા-સાંસીઓની ભાન્તુ બોલી પણ ઘર પરિવારમાં બોલે છે.

    ભારતની બહાર પણ વસે છે છારા-સાંસી સમાજ. ક્યા અને કઇ રીતે પહોંચ્યા વિદેશની ધરતી પર........ (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ