Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતમાં કુલ મળીને 315 નોમેડિક(વિચરતી) અને 198 ડી-નોટીફાઇડ(વિમુક્ત) જાતિઓ છે. ગુજરાતમાં છારા-સાંસી, બાવરી, બાજીગર-વણઝારા મળીને 12 જાતિઓ એનટી-ડીએનટી એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિઓ છે. સરકારના દફતરે તેઓ વિચરતી અને વિમુક્ત જાતિની સાથે ઓબીસીમાં પણ ઉલ્લેખ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં તેમનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં થોડાક સમય પહેલા જ એનટી-ડીએનટી જાતિઓના ઉત્કર્ષ માટે અલગ બોર્ડ-નિગમ બનાવવામાં આવ્યું છે. 1970ના દાયકામાં ગુજરાતમાં છારા-સાંસી સહિતની કેટલીક જાતિઓનો બક્ષી પંચમાં સમાવેશ કરાયો હતો.

    ગુજરાતમાં ડીનોટીફાઇડ ટ્રાઇબમાં નીચે મુજબની 12 જાતિઓનો સમાવેશ થાય છે.

    બાફણ, છારા, ડફેર, હિંગોરા, મી, મિંયાણા, સંધી, થેબા, વાઘેર, વાઘરી-દેવીપૂજક, ચુંવાળિયા કોળી અને કોળી.

    તે ઉપરાંત એક લોધા-લોધી જાતિ પણ છે.

    આ ઉપરાંત નોમેડિક ટ્રાઇબ એટલે કે વિચરતી જાતિમાં નીચે મુજબની 29 જાતિનો સમાવેશ થાય છે.

    બાફણ, બાવરી, બરડા, બારોટ,ભરતરી, ભરવાડ,ભોઇ, ચારણ, ચેન્ના ડાસર, ડેપલા, ફકીર, ફકોર(મુસ્લિમ), ગઢાઇ, હલયપોતરા, હિંગોરઝા, કઠપુતલીવાલા, મદારી, નટ, પિંજારા, રબારી, સપેરા, સિદ્ધી, થોરી, તિરગર, તૂરી બારોટ,ડેઢ બારોટ, વાઘરી, વહીવંચા બારોટનો સમાવેશ થાય છે.

    છેલ્લે 2008માં રેણકે કમિશને આ 42 જાતિઓનો સર્વે કર્યો હતો.

    મુદ્દો એ છે કે સરકારી દફતરે જે તે સરકાર અને વહીવટકારોએ પોતાની અનુકુળતા માટે આ જાતિઓ માટે એનટી-ડીએનટીનો શબ્દ પ્રયોગ કર્યો. અને કરે છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં એનટી-ડીએનટી જાતિઓની કુલ સંખ્યા કે વસ્તી 11 કરોડ થવા જાય છે. આ સમાજના લોકો જાહેરમાં પોતાને એનટી-ડીએનટી તરીકેની ઓળખ આપે છે ત્યારે એક રીતે તેમાં ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ છુપાયેલું જ છે. કેમ કે આ જાતિઓને અંગ્રેજો દ્વારા નોટીફાઇડ અર્થાંત નોંધાયેલી- વર્ગીકૃત કરવામાં આવી. આ જાતિઓના તમામ કે જેઓ બાથમાં આવ્યાં તેમની નોંધણી કરીને એક જુદા જુદા સ્થળોએ સેટલમેન્ટ બનાવીને તેમને ઓપન જેલમાં કેદ કર્યા હતા. નોટીફાઇડમાંથી તેઓને 1947માં કેદમુક્ત તો કરાયા પણ અંગ્રેજોનો કાળો કાયદો અમલમાં હતા. છેવટે માનવ અધિકારવાદીઓ, કેટલીક એનજીઓ અને તે વખતના સમાજ સુધારકોની રજૂઆતના પગલે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયાસોથી 1952માં આખરે એ કાળો કાયદો 30 ઓગસ્ટના રોજ સંસદમાં નાબૂદ કરાયો અને આ જાતિઓને વિમુક્ત-ડીનોટીફાઇડ જાહેર કરાઇ. એટલે કે અંગ્રેજ સરકાર દ્વારા જેમને ગુનેગારો તરીકે નોટીફાઇડ કરાયા હતા તેમને આઝાદ ભારતની સરકારે ડીનોટીફાઇડ કરી, ગુનેગારના કલંકમાંથી મુક્ત કર્યા. પરંતુ આપણી જાતિવાદી માનસિક્તા આપણને જાતિના લેબલ વગર જીવવા નથી દેતી. નોટીફાઇડ ટ્રાઇબ એક કલંકિત ઓળખનો બિલ્લો આપણી છાતી પર લાગેલો હતો. આઝાદી બાદ એ કલંકિત બિલ્લો કાયદા દ્વારા દૂર થયો પણ બિલ્લા છાતીએ લગાવવાના આપણી આદત ના દૂર થઇ. એટલે જ ડીનોટીફાઇડ થયા એટલે કે ભારતના બીજા કોઇપણ નાગરિક જેવા જ સામાન્ય નાગરિક બની ગયા તેમ છતાં ડીનોટીફાઇડ ટ્રાઇબનો-ડીએનટીનો બિલ્લો આપણે અડધી સદીથી છાતીએ લગાડીને ફરે રાખીએ છીએ. પિંજરનું બારણું ખુલી જાય છતાંય પંખીથી પિંજરૂ ના છૂટે એના જેવી ક્રૂર વાસ્તવિક્તા છે આ. પિંજરાનું નામ બદલાયું છે પિંજરૂ તો છે જ.

    મહારાષ્ટ્ર, યુપી, પંજાબ હરિયાણા સહિત ઉત્તર ભારતમાં આ જાતિના લાખો લોકો પોતાને એનટી-ડીએનટી ગણાવે ત્યારે તે પોતાની જાતને અપાયેલી એક પ્રકારની ગાળ જ કહી શકાય. કોઇ એમ કહે કે હું એનટી-ડીએનટી સમાજનો છું ત્યારે જેઓ આ જાતિ વિશે જાણતા હશે તે સમજી જશે કે આ વ્યકિત, પૂર્વેના ક્રિમિનલ ટ્રાઇબ એક્ટમાં નોંધાયેલી કોઇ ગુન્હાહિત જાતિનો છે. જે એક રીતે શરમજનક કહી શકાય. આપણે આપણી જાતને ખરાબ ચિતરવાની ક્યાં જરૂર છે? એટલે આ સમાજ અને આ જાતિના લોકોએ પોતાને એનટી-ડીએનટી તરીકે ઓળખાવવાને બદલે કોઇ અલગ ઓળખ આપવી ઘટે.

    અન્ય પછત વર્ગોની જેમ વિચરતી અને વિમુક્ત જાતિઓના લોકો બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને કોટિ કોટિ વંદન કરે છે. અનામત કે આરક્ષણ અંગે તેમનો આભાર માને છે. પરંતુ 1952માં કાળો કાયદો ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ નાબૂદ કરવામાં તે વખતના નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે મહત્વની ભૂમિકા નિભાવી હોવાથી આ સમાજે ડો. બાબાસાહેબની સાથે સરદારને પણ યાદ કરવા પડશે.

    આગામી સમયમાં એનટી-ડીએનટી જાતિઓના બુલંદ અવાજમાં જય ભીમની સાથે જય સરદાર.....!! નું સૂત્ર પણ ગૂંજે તો નવાઇ નહીં.(ક્રમશ)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ