Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સમયના પ્રવાહની સાથે અનેક બદલાવ આવતા હોય છે. છારા સમાજમાં પણ નાના-મોટા ઘણાં બદલાવ આવ્યાં છે. ભણતરથી એક સમયે દૂર રહેનાર કે તેમને દૂર રાખવામાં આવ્યાં પણ છેલ્લાં 40-50 વર્ષથી છારા સમાજમાં શિક્ષણની જબરજસ્ત ભૂખ જાગી છે. આજે આ સમાજમાં 100 ટકા શિક્ષણ છે. ગુજરાતી ઉપરાંત બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવી રહ્યાં છે. આ સમાજના યુવાનો બિટકોઇનમાં રોકાણ કરી રહ્યાં છે. તેને પ્રગતિની નિશાની કહી શકાય. છતાં છારા સમાજમાં લગ્ન બાદ કન્યાના બાપને કન્યાની કિંમતરૂપે અમુક નાણાં આપવાની પ્રથા હજુ આજે પણ પ્રચલિત છે. જેને મોલાણું કહેવામાં આવે છે. મોલાણાની નક્કી કરેલી રકમમાંથી વરનો પિતા અમુક સિક્કા આપે છે. શું છે આ સિક્કાનું રહસ્ય..?

    પરિવારમાં હર્ષના લગ્ન લેવાયા. લગ્નના મહુર્ત પછીના અન્ય શુભ પ્રસંગો ઘડી કાઢવામાં આવ્યાં. 3 દિવસના લગ્ન. પહેલા દિવસે મંડપ અને ગણેશ સ્થાપના. તેમાં વળી ગામના કુંભારને ત્યાં માટલી લેવા જવાનો પ્રસંગ એટલે રંગેચંગે અને બેન્ડવાજા સાથે, હવે તો ડીજે સાથે કુંભારને ત્યાં પવિત્ર માટી લેવા જાય છે. કુંભારને તેના હક્કના 151 કે 151 રૂપિયા આપીને કંકુ-ચાંદલા સાથે વધાવીને લાવેલી પવિત્ર માટી મહારાજને આપવામાં આવે છે. તેનો ઉપયોગ ગ્રહ શાંતિ માટેના હવનકુંડ તૈયાર કરવામાં થાય છે. વરરાજાને ત્યારબાદ પીઠી ચોળવામાં આવે છે. માત્ર નામ પૂરતી નહીં પણ આખા શરીરે 3 દિવસ સુધી પીઠી ચોળવામાં આવે છે. જાન નિકળવાની હોય તેના 2 કે 3 કલાક પહેલા તમામ પીઠી અને લગ્નની આગલી રાતે સંગીત પાર્ટી વખતે મૂકવામાં આવતી મહેંદી સાફ કરાય છે. વરરાજાના હાથમાં કોઇ ડિઝાઇનીંગ નહીં પણ આખો હાથ મહેંદીથી ભરી દેવામાં આવે છે. એક રીતે વરરાજાના બન્ને બાથ મહેંદીની ખુશ્બૂથી તરબતર થઇ જાય છે. હર્ષના હાથમાં પણ મહેંદી મૂકાઇ. ગીત-સંગીતના કાર્યક્રમમાં હવે તો જાણીતા ગાયક કલાકારોને બોલાવવામાં આવે છે. હર્ષના લગ્નમાં પણ આવો જ જલસો યોજાયો.

    ત્રીજા દિવસે જાનની તૈયારી. એક સમયે છારા સમાજમાં સેવ-ગુંદી અને સ્વીટ સોડાની બોટલ તથા ફુલહારથી મહેમાનોનું સ્વાગત કરાતું. આજે સેવ-ગુંદી અને સોડા-લેમન તથા ફુલહારથી સ્વાગત કરવાનું વિસરાઇ ગયું. તાજેતરમાં એક લગ્ન પ્રસંગે ભારતભરમાંથી તમામ પ્રકારના ફુલો મંગાવવામાં આવ્યાં હતા. હર્ષના લગ્નમાં બુફે ડિનરનો કાર્યક્રમ યોજાયો. મહેમાનો આવતા ગયા, ડિનર પીરસાતુ ગયું. રાતે જ જાન કાઢવાની વર્ષો જુની પરંપરા આજે પણ છે. મહારાજને ખાસ કહેવામાં આવે કે રાતનું મહુર્ત જ જોજો. પણ થાય કેવું. જાનમાં નાચગાનમાં એટલા મસ્ત અને તરબોળ કે હસ્ત મેળાપ નક્કી કરેલા ચોઘડિયામાં ભાગ્યે જ થાય. 11 વાગ્યે હસ્ત મેળાપનું ચોઘડિયું હોય તો રાતના 1 વાગે પહોંચે. બિચારો લગ્ન કરાવનાર મહારાજ લગ્નની ચોરીમાં જ ઓશિંકુ લઇને ઉંઘી જાય એમ કહીને કે જાન આવે તો જગાડજો...!!

    હર્ષની જાન પણ એ જ રીતે વાજતે ગાજતે અને ડીજે વાળો ડીજેવાલે બાબુ મેરા ગાના બજા દે.... સંભળાવી સંભળાવી થાકીને લોથપોથ થઇ ગયો. છતાં નાચગાન તો થયાં જ કરે. ગાયકી અને નાચગાન આ સમાજની એક આગવી ઓળખ પણ કહી શકાય. હર્ષની જાન મોડે મોડે પહોંચી. એક કિસ્સો તો એવો બન્યો હતો કે શુભ ચોઘડિયું વીતી ગયું તો બીજા શુભ ચોઘડિયા માટે સવારના 4 વાગ્યા સુધી રાહ જોવી પડી...!! અલબત્ત, હર્ષના લગ્નમાં એવું ના થયું. મહારાજે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરાવ્યાં. અને ત્યારબાદ હર્ષ અને રચનાને બેસાડવામાં આવ્યાં. હર્ષના પિતાએ મોટા પુત્રને કહ્યું- લાવ તો, પેલા સિક્કા લાવ.

    નવદંપતિના માતા-પિતાને બાજુમાં બેસાડવામાં આવ્યાં. હર્ષના પિતાએ એક મધ્યમ આકારનો એટલે કે એકદમ મોટો પણ નહીં અને એકદમ નાનો પણ નહીં એવો એક પથ્થર મંગાવાયો. લગ્નમાં પથ્થરનું શું કામ છે? હર્ષના પિતાએ કહ્યું કે હાલના રીત રિવાજ પ્રમાણે કન્યાનું મોલાણું 3500 રૂપિયા થાય છે. તેમાંથી 900 રૂપિયા કન્યાના પિતા તરફથી ઉદારતા રાખીને ઓછા કરાયા. કન્યાને કોઇ માતા-બોદરી એટલે કે ઓરી અછબડા ના નિકળ્યા હોય તો અમુક રકમ ભવિષ્યમાં ઓરી અછબડા નિકળે તો સારવાર માટે રાખીને છેવટે 2 હજારની આસપાસ જે રકમ નક્કી થઇ તેમાંથી 15થી 20 રૂપિયાના સિક્કા મંગાવવામાં આવે છે. વરરાજાના પિતા નવદંપતિ અને ખાસ કરીને રચનાના પિતાને ઉદ્શીને અને તેમની સામે જોઇ જોઇને એક એક રૂપિયાનો સિક્કો પેલા પથ્થર ઉપર સહેજ ઉંચેથી નાંખે. ધાતુનો હોવાથી પથ્થર પડે એટલે ખણણન...અવાજ આવે. આમ 15થી 20 સિક્કા એક પછી એક નાંખે અને ખણણણણનનનનનો અવાજ થાય. ત્યારબાદ કહે કે તમારી દિકરીનું આ છે મોલાણું. અને સિક્કાની સાથે એ નક્કી કરેલી રકમ કન્યાના માતાના ખોળામાં નાંખી દેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે હર્ષના પિતા રચનાના પિતાને કહે છે કે અમે તમારી દિકરીને કુલ્લે 3500 રૂપિયામાં ખરીદી. અને તેનું મોલાણું પણ આપ્યું. મોલ એટલે કિંમત. અને તેના પરથી મોલાણું શબ્દ ઉતરી આવ્યું. એવું શા માટે?

  • અને રચના વચ્ચે લગ્ન બાદ સમય જતાં કોઇ બાબતે ઝગડો થાય તો હર્ષ કે તેના માતા -પિતા રચનાને મેણાં સંભળાવે- બેસ..બેસ..તારા બાપને ખણખણતાં રૂપિયા( પેલા સિક્કાનો અવાજ) વગાડી વગાડી(પથ્થર પર નાખવા)ને લાવી છે....એમ જ કાંઇ તારા બાપે મફતમાં આપી નથી. મોલાણું આપીને લાવી છે. સમજી...? આવા મેણાં-ટોણાં ક્યાં સુધી અને તે પણ આજના સમયમાં? આ પ્રથા નહીં પણ કૂપ્રથા છે અને તે બંધ થવી જોઇએ. આ તો એક પ્રકારે કન્યા બજારમાંથી ખરીદીને લાવવા જેવું થયું. ગુલામી પ્રથાનું જ એક રૂપ-સ્વરૂપ છે. તેની સામે અવાજ ઉઠવો જોઇએ. (ક્રમશ)
  •  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ