Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદ શહેરમાં કોઇ નાના મોટી ચોરીનો બનાવ બને કે પછી હાલના સમયમાં કોઇ આંગડિયાની લૂંટ થાય એટલે તરત જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એક ચોક્કસ જાતિના તેમના દ્વારા તૈયાર લિસ્ટેડ નામોમાંથી નામ અને હવે તો ફોટા સાથેની માહિતી પર નજર નાંખે. કંઇક વિચારીને જયાં આ જાતિ સમૂહમાં રહે છે ત્યાંના સ્થાનિક પોલીસને પૂછી પણ લે કે પેલો હાલમાં ક્યાં છે? અંદર છે કે બહાર? ઘરે છે કે ક્યાંક ફરવા ગયો છે....? સ્થાનિક પોલીસ એમની પાસે જે કંઇ બાતમી હતી તે કહી દે. અને પછી પોલીસ જીપના પૈડા ફરે કુબેરનગર તરફ. એક ચોક્કસ જાતિના સમૂહને ત્યાં પહોંચીને ફટાફટ તપાસ હાથ ધરે. આ ચોક્કસ જાતિ એટલે છારા. સ્થળ એટલે છારાનગર. હાલમાં 15-20 હજારની વસ્તી. પણ પોલીસ મોટા ભાગનાને શંકાની નજરે જુએ. અહીંયા નોકરી કરી ગયેલા કોઇ અમલદારે તેમને આ સમાજ અંગે જે કાઇ માહિતી આપી હોય તેના આધારે કે પછી તેમના ભૂતકાળના આધારે એમ જ માને કે છારા એટલે ગુનેગાર.

    છારા સમાજના માથે આ કલંક ભારતને 200 વર્ષ ગુલામીની જંજીરોમાં જકડી રાખનાર બ્રીટીશ હકૂમત દ્વારા 1871માં લગાવાયું કે જ્યારે આ જાતિ ઉપરાંત તે વખતની અન્ય જાતિઓને ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ હેઠળ આવરીને તેમની ગતિવિધિને નિયંત્રિત કરીને એક સ્થળે ઓપન જેલની જેમ એકત્ર કરીને કેદ કરી નાંખ્યાં. દેખીતી રીતે જ બ્રીટીશ હકૂમત પોલીસને વારસામાં છારા અને સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં આ અને અન્ય આવી જ જાતિઓને કેદ કરી તેમનો સઘળો લેખિત ઇતિહાસ અને રેકોર્ડ આપ્યો જ હોય. પરિણામે પ્રથમ શંકાની સોય તાકે છારા સમાજ તરફ. સમાજમાંથી કોઇ એ ગુનામાં સંડોવાયલ ના હોય તો પણ પોલીસ શંકાની સોયને બીજે વાળે જ નહીં. આખરે તપાસમાં એવું આવે કે ના આ ગુનામાં છારા નહીં પણ કોઇ ઇરાની ગેંગ જ છે અને એ ગેંગના આરોપી પકડાય ત્યારે પોલીસને માંડ માંડ એમ થાય કે કદાજ છારો નહીં હોય.

    1871માં અંગ્રેજોએ એક ગામથી બીજે ગામ રોજીરોટીની શોધમાં ભટકતી આવી જાતિઓ કે જેમાં સાંસી, પારઘી, બાવરી વગેરેને નોટીફાઇડ ટ્રાઇબ જાહેર કરીને તે વખતે બનાવેલા અન્ય કાળા કાયદાઓની જેમ વધુ એક કાળો કાયદો બનાવ્યો જેને ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ-1871 તરીકે ઓળખવામાં આવે છે તે હેઠળ આવરીને અલગ અલગ શહેરો અને તે વખતના રાજ્યોમાં મોટી અને ખુલ્લી જગ્યાં કાંટાળી તારની વાડ બાંધીને ઓપન જેલ બનાવીને નાંખ્યા અંદર. આવી જ એક ઓપન જેલ એટલે સેટલમેન્ટ અમદાવાદમાં હતી. અમદાવાદ શહેરની બહાર નરોડા તરફ તે વખતે ઉજજડ અને વેરાન વિસ્તારમાં અંગ્રેજોએ સેટલમેન્ટની રચના કરી હતી. ચારે બાજુ કાંટાળી તારની વાડ. અંદર નાની કોટડીઓ. પરિવાર હોય તો સમગ્ર પરિવાર કેદમાં. બહાર જવું હોય તો દરવાજે અંગ્રેજ પહેરેદારના ચોપડાં નામ અને સમય લખીને જવાનું અને સાંજ ઢળતા પહેલા પંછીએ પાંજરામાં આવી જવાનું. ના આવે તો તરત જ અન્ય પોલીસને જાણ કરે. જો કે મોટા ભાગના પરિવારો સાથે રહેતા હોવાથી સાંજ ઢળે ત્યારે પંછી માળાની તરફ ફરે તેમ તે વખતે આ લખનારના પિતા પણ સેટલમેન્ટમાં પહોંચી જાય. દરવાજે નોંધ થાય. કેટલા વાગે આવ્યાં અને ક્યાં શું કામે ગયા તેની અલપઝલપ વાત પણ જાણી લે. આવી કેદની સ્થિતિમાં અમારા પિતા સહિત ઘણાં પરિવારોએ વર્ષો કાઢ્યા અને છેવટે જ્યારે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે સેટલમેન્ટના દરવાજા ખોલી નંખાયા. સૌ આઝાદ. પણ એવા આઝાદ નહીં કે જે તે વખતે અન્ય સમાજને આઝાદી મળી કે આઝાદ થયાં. આ સમાજના માથે અંગ્રેજો ક્રિમીનલ ટ્રાઇબ એક્ટનું કલંક મૂકતા ગયા. તે વખતે અમદાવાદના એ વિસ્તારમાં અન્ય સમાજને જાણ હતી જ કે આ બધાને કેમ પૂરવામાં આવ્યાં છે. એટલે જેવા આઝાદીના દરવાજા ખૂલ્યા કે અન્ય સમાજે આ સમાજ માટેના દરવાજા બંધ કર્યા.(ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ