હાઇકોર્ટ બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ હાર્દિક પટેલને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવા બાબતે હાર્દિકે કરેલી અરજી અંતર્ગત વહેલી સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી દીધા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હવે આ મામલે સુપ્રીમ કોર્ટ 4થી એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરશે. મહત્વનું છે કે, 4થી એપ્રિલ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગુજરાતમાં 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે અને ચૂંટણીનું પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
જણાવી દઈએ કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં મહેસાણા કોર્ટે ગયા વર્ષે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. હાર્દિક પટેલ લોકોસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે સજા માફી માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિકની આ અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટે હાર્દિક પટેલને ઝટકો આપતા સજા માફીનો ઇન્કાર કરી દીધો હતો.