નિર્ભયા સામુહિક દુષ્કર્મ કાંડના આરોપીઓને ફાંસી મળવાનું હવે નક્કી થઈ ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા કેસના આરોપી વિનય અને મુકેશની ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ રોહિંટન નરિમન, જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ ભૂષણ અગાઉ રિવ્યુ પિટિશન ફગાવનાર પીઠના સભ્ય રહી ચૂક્યા છે.