-
જો કોઇ કાયદાની આંટીઘૂંટીમાં લઇ જઇને અડચણ પેદા કરવામાં નહીં આવે તો 30 મે સુધીમાં ભાજપ અને અન્ય રાજકીય પક્ષોએ તેમને કેટલું ચૂંટણી ફંડ કોની પાસેથી ક્યારે મળ્યું તેની વિગતો જાહેર કરવી પડશે. જો એ વિગતો જાહેર થાય તો કઇ કંપનીએ કેટલા આપ્યા અને એ કંપનીને સરકાર પાસેથી શું લાભ મળ્યો હશે તે પણ જાણી શકાય તેમ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ઇલેકટોરલ બોન્ડ, કે જેના દ્વારા રાજકીય પક્ષોને ફંડ મળી રહ્યું છે તેના મામલે ચાલી રહેલી એક સુનાવણી દરમ્યાન કોર્ટે સરકારની દલીલો ફગાવીને ઠરાવ્યું કે ચૂંટણીલક્ષી બોન્ડની રસીદો અને ફંડ આપનારના નામ-સરનામા વગેરેની વિગતો સીલબંધ કવરમાં બંધ કરીને કોર્ટને આપે. ચૂંટણી પેનલને 30 મે સુધીમાં આ વિગતો આપવામાં આવે એમ પણ જણાવ્યું છે.