યુક્રેન આજે (24 ઓગસ્ટ) સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રશિયાના કુર્સ્ક પ્રદેશમાં આવેલા એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર આજે યુક્રેન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રોન પ્લાન્ટના રિએક્ટર નંબર-3 પાસે વિસ્ફોટ થયો, જેના કારણે એક ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ રિએક્ટરની કાર્યક્ષમતામાં 50 ટકા ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હુમલામાં ટર્મિનલને પણ નુકસાન થયું છે.