વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ અને ન્યાયતંત્ર પરના દેશવાસીઓના ભરોસાની ભારે પ્રશંસા કરી છે. કોઇ વિશેષ કેસનો ઉલ્લેખ કર્યા વિના વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,’ ભારતીયો ન્યાયતંત્રમાં આસ્થા ધરાવે છે.
વડાપ્રધાન ટ્રિપલ તલાક, ટ્રાન્સજેન્ડર્સ અને દિવ્યાંગોના અધિકાર માટે ઘડી કાઢવામાં આવેલા કાયદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સ્ત્રી-પુરુષ સમાન અધિકાર વિના વિશ્વનો કોઇ દેશ સર્વાંગી વિકાસ સાધ્યાનો દાવો ના કરી શકે. લશ્કરી સેવામાં મહિલાઓને અધિકાર આપવા અને મહિલાઓને ૨૬ સપ્તાહની પેઇડ મેટરનિટી લીવ આપવા સરકારે લીધેલા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો.