Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા 2019 ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદના સરસપુરમાં આવેલી સરસ્વતી વિદ્યામંડળ સ્કૂલ દ્વારા પોતાની સ્કૂલનું મકાન ચૂંટણીમાં વાપરવા માટે શરતો દર્શાવતો એક પત્ર હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગત લોકસભા ચૂંટણીમાં અમે શાળાનું મકાન મતદાન માટે આપેલ હતું અને ચૂંટણીમાં અધિકારીક સત્તાધીશો પાસે ચૂંટણી પૂર્ણ થયે શાળાની દિવાલ પર જે કલર દ્વારા જે વિગતો લખવામાં આવી હતી તે કાઢી નાંખવા માટે જણાવ્યું હતું જેથી કરીને સ્કૂલની દિવાલ ખરાબ થાય નહીં. પરંતુ ઉલટાનું ચૂંટણી અધિકારીએ અમારી વિરુદ્ધમાં ચૂંટણીની કામગીરીમાં દખલગીરી અંગેની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અધિકારી અમારી સંસ્થા અંગે પરિચિત હોવાથી તેમણે અમારી વિરુદ્ધ કોઈ પગલા લીધા નહોતા.

મહત્વનું છે કે, હવે જયારે આગામી મહિનામાં ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીનું મતદાન યોજવાનું છે ત્યારે સરસ્વતી વિદ્યામંડળ સ્કૂલ દ્વારા રજૂઆત કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં શાળાના સંચાલકો દ્વારા શરતો સાથે શાળાનું મકાન આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે છેલ્લા બે વર્ષથી હજુ પણ સ્કૂલની દિવાલો તેમની તેમ જ છે. આ અંગેના ફોટા પણ વાયરલ થયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ