સરકારી બેન્કોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) કૂદકે અને ભૂસકે વધી રહી છે તેમાં કોઇ નવાઇ નથી પરંતુ હંમેશાં સરકાર માટે સંજીવની પુરવાર થતી જાહેરક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની LICની NPAમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે LICની NPA રૂપિયા ૩૦,૦૦૦ કરોડને પાર થઈ હતી. તેનો અર્થ એ થયો કે ભારતની એકમાત્ર સરકારી જીવન વીમા કંપનીની NPA એપ્રિલ ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૬.૧ ટકા પર પહોંચી ગઇ હતી.