નાગરિકતા સુધારા કાયદાની બંધારણિયતાને પડકારતી અને તેના અમલ પર રોક લગાવવાની માગ કરતી ૧૪૪ જેટલી પિટિશનોની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજૂ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બંધારણીય બેન્ચની રચના કરી શકે છે.