ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા કરવા સંસદનાં ૩ સપ્તાહનાં વિશેષ સંયુક્ત સત્રની માગ સાથે ગુરુવારે એક લાખ કરતાં વધુ ખેડૂતોએ દિલ્હીની સરહદ પર આવેલા બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી. ૨૦૦થી વધુ ખેડૂત સંગઠનોનાં એકછત્રી સંગઠન અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિનાં નેજા હેઠળ રાજધાની દિલ્હીમાં ૨૯-૩૦ નવેમ્બરના રોજ બે દિવસીય કિસાન મુક્તિમાર્ચનું આયોજન કરાયું છે, તેમાં ભાગ લેવા ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગુરુવારે દિલ્હીની સરહદ પર આવેલાં પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી. શુક્રવારે એક લાખથી વધુ ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ ભવન પર કૂચ કરી જશે.
ખેડૂતોની મુખ્ય માગો
૧ એમ. એસ. સ્વામીનાથન સમિતિના રિપોર્ટનો અમલ કરો.
૨ ખેડૂતોને અપાતા લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરો.
૩ સંસદમાં ખેડૂતોની સમસ્યાઓની ચર્ચા માટે ૩ સપ્તાહનું વિશેષ સંયુક્ત સત્ર યોજો.
૪ સંસદમાં ફાર્મર્સ ફ્રીડમ ફ્રોમ ઇન્ડેબ્ટનેસ બિલ ૨૦૧૮ અને ફાર્મર્સ રાઇટ ટુ ગરંટેડ રિમ્યુનરેટિવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ફોર એગ્રિકલ્ચરલ કોમોડિટીઝ બિલ ૨૦૧૮ પર તાત્કાલિક ચર્ચા હાથ ધરો.
૫ ખેડૂતોની તમામ લોન માફ કરો.
૬ દરેક ખેડૂતને રૂ. ૫,૦૦૦ માસિક પેન્શન આપો.