Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જયારે માણસ દંભથી ભરેલી જિંદગી જીવે છે ત્યારે તેના હૃદયની સુંદરતા ચાલી જાય છે. હૃદયની સુંદરતા ન હોય તો માણસ લાગણી હીન બની જાય છે. માનવી જીવનમાં વર્તમાન સમયમાં ઘણી બધી અણસમજ ઉભી થાયછે તે દંભ ભર્યા જીવનનાં કારણે થાય છે,  જીવનની સત્યતા ન સમજાય ત્યારે માનવીને અનેક દુઃખોનો ભોગ બનવું પડે છે.

મૂળ વાત ગામડાઓ તૂટી રહ્યા છે. ગામડાઓ શહેર બની રહ્યા છે. આધુનિક માનવી ગામડાંની જીવન પદ્ધતિ છોડી શહેરના દંભમાં ફસાયો છે. માનવી જો નહીં સમજે તો શહેરનો દંભ એના જીવનમાં બહું જલ્દી બરબાદ કરી દેશે. આજે શહેરથી થોડે દૂર આવતા ખેતરોમાં ફાર્મ હાઉસ નામનાં કાળા બજાર ચાલી રહ્યા છે. જ્યાં અનાજ ઉગાડતા હતા ત્યાં ફાર્મહાઉસ નાખીને શરાબની પાર્ટી રાખવામાં આવે છે. જમીનો વેચીને માણસો પૈસાદારો બન્યા છે પરંતુ તેણે જીવનની સંસ્કારિતા ગુમાવી દીધી છે. માણસ પાસે સુખ- સાહેબી અને બધી ભૌતિક સુવિધા છે પરંતુ  નૈસર્ગિક જીવન નથી અને જ્યાં નૈસર્ગિક જીવન નથી ત્યાં શાંતિ નથી.

હદયનો ઉમળકો હોય તો માનવીની અંદર નિખાલસતાના છોડ ઉગે છે. જ્યાં માનવીય સંબંધોમાં ઉમળકા હોય ત્યાં પ્રેમ ભર્યું જીવન જન્મે છે. સાચ્ચા માનવીય સંબંધો વિકસે છે ત્યાં છળ કપટ નથી. વર્તમાન સમયમાં પ્રેમ  સંબંધો બંધાય છે ખરા, પણ પછી તૂટતા એક એક ક્ષણ વાર લાગતી નથી તેની પાછળનું કારણ દંભ ભર્યું  અને  સમજણ વગરનું જીવન છે. માણસ જીવે છે છતાં મરેલા લાગે છે. આજેનો માનવ પ્રકૃતિથી વિખૂટો પડી ગયો છે એની પાસે ધન- દોલત બધું છે પરંતુ શાંતિ નથી. ઝફર ગોરખપુરીની કવિતા યાદ આવે છે-

दुःख सुख था एक सबका,

अपना हो या बेगाना,

एक वो भी था ज़माना,

एक ये भी है ज़माना

दादा है आते थे जब,

मिटटी का एक घर था,

चोरों का कोई खटका

न डाकुओं का डर था ।

खाते थे रूखी-सूखी,

सोते थे नींद गहरी ,

शामें भरी-भरी थीं,

आबाद थी दुपहरी

संतोष था दिलों को

माथे पे बल नहीं था

दिल में कपट नहीं था

आँखों में छल नहीं था

थे लोग भोले-भाले

लेकिन थे प्यार वाले

दुनिया से कितनी जल्दी

सब हो गए रवाना

दुःख सुख था एक सबका

अपना हो या बेगाना,

एक वो भी था ज़माना,

एक ये भी है ज़माना

अब्बा का वक़्त आया

तालीम घर में आई

तालीम साथ अपने

ताज़ा विचार लाई

आगे रवायतों से

बढ़ने का ध्यान आया

मिटटी का घर हटा तो

पक्का मकान आया

दफ्तर की नौकरी थी,

तनख्वाह का सहारा

मालिक पे था भरोसा

हो जाता था गुज़ारा

पैसा अगर जो कम था

फिर भी न कोई ग़म था

कैसा भरा-पूरा था

अपना गरीब-खाना

दुःख सुख था एक सबका

अपना हो या बेगाना,

एक वो भी था ज़माना,

एक ये भी है ज़माना

अब मेरा दौर है ये

कोई नहीं किसी का

हर आदमी अकेला

हर चेहरा अजनबी-सा

आँसूं न मुस्कराहट

जीवन का हाल ऐसा

अपनी खबर नहीं है

माया का जाल ऐसा

पैसा है मर्तबा है

इज्ज़त-विकार भी है

नौकर है और चाकर

बंगला है कार भी है

ज़र पास है ज़मीं है

लेकिन सुकूं नहीं है

पाने के वास्ते कुछ

क्या-क्या पड़ा गंवाना

दुःख सुख था एक सबका

अपना हो या बेगाना,

एक वो भी था ज़माना,

एक ये भी है ज़माना

ए आने वाली नस्लों

ए आने वाले लोगों

भोगा है हमने जो कुछ

वो तुम कभी न भोगो

जो दुःख था साथ अपने

तुम से करीब न हो

पीड़ा जो हम ने भोगी

तुमको नसीब न हो..

जिस तरह भीड़ में हम

तन्हा रहे अकेले

वो जिंदगी की महफ़िल

तुमसे न कोई ले ले

तुम जिस तरफ से गुजरो

मेला हो रौशनी का

रास आये तुमको मौसम

इक्कीसवी सदी का

हम तो सुकूं को तरसे

तुम पर सुकून बरसे

आनंद हो दिलों में

जीवन लगे सुहाना

दुःख सुख था एक सबका

अपना हो या बेगाना,

एक वो भी था ज़माना,

एक ये भी है ज़माना

વર્તમાન સમયમાં માણસના ખાવા- પીવામાં પણ ઘણા બધા ફેરફાર આવ્યા છે. બજારમાં આપણને નામ પણ યાદ ન રહે તેવા જાત- જાતના ફાસ્ટ ફૂડ આવ્યા છે, જે અનેક રોગને આમંત્રણ આપે છે, તે જાતે કરીને રોગનું ઘર બની રહ્યો છે. સાદું ભોજન ન લેવાના તે કારણે હજારો બિમારીઓને આમંત્રણ આપે છે. જીવનમાંથી એકવાર બિમારી અદ્રશ્ય થાય, તો દરેક વ્યક્તિ સર્જક બની જાય. શક્ય એટલા ઊંડાણથી સમજીય તેટલું સારું છે, માત્ર બિમાર વ્યક્તિઓ જ વિનાશ વૃત્તિવાળી હોય છે. જે વ્યક્તિઓ તંદુરસ્ત  હોય છે. જયારે કોઈ વ્યક્તિ ખરેખર તંદુરસ્ત અને પૂર્ણ હોય છે ત્યારે એ  એની પાસે આવે છે તેને સર્જન કરવાની પ્રેરણા  જગાવે છે. આજનો માણસ તંદુરસ્તી વગરનું જીવન જીવે છે. સર્જનાત્મકતા તંદુરસ્ત વ્યક્તિઓને પોતાની સાચી સુવાસ આપે છે.

ગુજરાતી ભાષાના કવિ રાવજી પટેલનં જીવન અનેક ઉતાર ચડાવથી ભરેલું રહ્યું હતું. રાવજી પટેલે ખેતરના પાળીએ રમી, ખેતરને ધૂળમાં આળોટીને બાળપણ વિતાવ્યું હતું. રાવજી પટેલનો જન્મ ઈ.સ. ૧૯૩૯માં ખેડા જિલ્લા વલ્લવપુરા ગામે ખેડૂત પરિવાર થયેલો.

કવિ રાવજી પટેલ શહેરમાં ભણવા માટે આવે છે પરંતુ નગરની સભ્યતા સાથે તાલમેલ થતો નથી.તમણે આશરે ચૌદ વર્ષ સુધી બાળ જીવન પોતાના ગામમાં વિતાવ્યું હતું. કવિ રાવજી પટેલના કાકા અમદવાદમાં રહેતા હતા. ધોરણ આઠ સુધી ડાકોરની સંસ્થા હાઇસ્કુલમાં અભ્યાસ પૂરો કર્યા હતો. તે સમય વલ્લવપુરામાં કાકાના દીકરાને વિવાહ હોવાથી વિમળાકાકી અમદાવાદથી ગામડે આવ્યા. રાવજી પટેલ પોતાના કાકી સાથે કોણ જાણે કેમ અમદવાદ જવા તૈયાર થયા. તેમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં પોતાના કાકાને ઘેર રહીને પૂરું કર્યું હતું. પરંતુ કવિ રાવજી પટેલ જ્યારથી શહેરમાં આવ્યા તેમને ત્યારથી એવું લાગવા માંડ્યું કે જાણે કોઈ અજાણ્યા  ટાપુ પર જઈ ચડ્યા છે, એમને જાણે એમનો શ્વાસ સતત રૂંધાઈ રહ્યો હોય એવો અહેસાસ થવા લાગ્યો. એમને ખેતરની હરિયાળીથી વિખુટા પડી જવાનો અહેસાસ માનવીની ભીડ વચ્ચે થતો અને એમનું જીવન જાણે સતત સોરવાયા કરતું હતું.

કવિ રાવજી પટેલના જીવનમાં અનેક મુશ્કેલી આવી હતી, નાની ઉંમરે ઘરની જવાબદારી માથે આવી હતી  કવિ રાવજી પટેલ સાહિત્યના જીવ હતા. ઈ.સ ૧૯૬૨થી પોતાની વિવિધ રચના સામયિકોમાં છપાતી થઇ પરંતુ કવિ રાવજી પટેલ શહેરમાં રહેતા હોવા છતાં મન તો ખેતરમાં જ ફર્યા કરતું. સાવ નાની ઉમર ક્ષયની બિમારીમાં સપડાયેલા કવિ રાવજી પટેલ ચિકિત્સાલયમાં હતા ત્યારે તેમને ખેતરની યાદ આવે છે ત્યારે તે સ્નેહરશ્મિને એક પત્રમાં લખે છેઆજે રાત્રે ચાર વાગે દૂર દૂર ખેતરના કુવા પરનું મશીન કુંજી ઉઠ્યુંને હું જાગી પડ્યો. રાત્રે જાગરણ થતું નથી, આજે જ જાગી ગયો. કુવા પરના એન્જિનનો અવાજ મને ખૂબ વ્હાલો લાગ્યો. મને શું શું ય થયું કે રડી પડાયું.’’ કવિ રાવજી પટેલના લોહીમાં ગ્રામ્ય જીવન ભળી ગયું હતું . શહેરમાં ક્યારેય કવિ રાવજી પટેલ મન મનાવી શક્યા નહીં, ગામડાંના  માણસને જ ગામની કિંમત હોય છે . કારણકે  ખેતરની વચ્ચે આવેલું ઘર, શેઢો, ચાસ, કૂવો, ખેતરમા ઉગેલા મોલ, તમાકુ, ઘાસ, ગાય, બળદ, શિયાળાની રાત્રિનું તાપણું અને ગ્રામીણ સુષ્ટિનો અસબાબ જીંદગીભર હૃદયન ખૂણામાં સચવાયેલ હોય છે. કવિ રાવજી પટેલને ગ્રામ્ય જીવનની લાગણી સભર ભીનાશ શહેરમાં આવીને યાદ આવવા લાગી. ગ્રામ્ય સૃષ્ટિ રાવજી પટેલના સ્વભાવમાં હતી. નગર સંસ્કૃતિની દંભવાળી વૃત્તિ વેડફી રહ્યા છીએ, જીવનની સાચ્ચી વાસ્તવિકતાનો ગામડામાં પડી છે. નગર જીવનની કૃત્રિમતાથી રાવજી પટેલના હૃદયમાં સતત પરેશાની ઉત્પન્ન કર્યા કરતી. કવિનો રાવજી પટેલે તે પોતાની કવિતા કહ્યું છે-

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી

મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી

સ્વપ્નપરીઓના સુવાસિત દેશને પરીઓ બધી ઊંચકી ગઈ!

ને જાતને સમજાવતો હું થઇ ગયો

રે, શું થયું? હું કશી દીવાલમાં અટવાઈ છું

ઈસ્ત્રી કરેલા શબ્દોને હું ગોઠવું છું

કોઈ, કાનોમાં, કોઈ કાનોમાં ધરખમ થતું સીસું

તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે કે

જીભ પર પાણી વળેને આંખ એની મુજને તાક્યા કર.

આમ હું તો મધ સમો મીઠો બનું

લાચાર છું, આ શહેરમાં –હોટલમાં- સરિયામ રસ્તે

કપી સાથે ટ્રેનમાં- પરગામમાં

આ સભ્યતા કુંવરી ! સાચવ્યા કરવી

હું મુરબ્બી! કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠો!

સહુ સામે મને-સાચા મને –બતલાવવાનો તો

વખતે મળતો નથી ; હું મને જડતો નથી

મારે કૂદવું છે વાછરડાની જેમ કોઈને ખટકું નહીં એવો

પવનની લ્હેરખી જેવો ફરું; હું ચગું વંટોળિયાની જેમ

કે મારા પતનને કોઈ જાણે ના.

સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું

અજાણ્યા માનવીને જોઈ હસતું

પોલીસનો ડંડો જરી ખેંચી પછી

ચડ્ડી ચડાવી ભાગતું

સિગારેટના ઠુંઠા, નકામા બાટલીન બૂચ વીણી

ટ્રાફિકને સમજ્યા વગર જતું

હવામાં જેમ ફુગ્ગો જાય એવું મારે ઘરમાં વર્તવું છે

પરંતુ આ જ હું બાળક  રહી શકતો નથી

હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;

પછી તો દેહમાં પુરાયેલા અસ્તિત્વના આ સર્પને હું ભેળવી શકતો નથી સહુમાં;

હું ભેળવી શકતો નથી સહુમાં;

ફૂલની ફોરમ સમો એ તે બને?!

ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતરતાં

એને હવે પકડું નહીં તો...

કવિ રાવજી પટેલને શહેરની દંભભરી જિંદગીથી ભારોભાર નફરત હતી. અંતે કવિ રાવજી પટેલ ક્ષયરોગથી મૃત્ય પામે છે.

માણસ નગર સંસ્કૃતિથી ખંડેરાઈ ગયો છે. મોઢા પર સ્મિત છે પણ નેચરલી સ્મિત નથી. લોકો એકબીજાને છેતરવા બુધ્ધિનો ઉપયોગ કરે છે તે વર્તમાન સમયની સૌથી મોટી કરુણતા છે. માણસો જ્યારે દુર્ગુણોનો સહારો લેવા માંડે છે ત્યારે જીવનમાંથી મૂલ્યો ચાલ્યા જાય છે અને સાચી આદર્શતા રહેતી નથી.

કાકા સાહેબ કાલેલકરની એક વાત ગમે  તેવી છે-  જેમને ઉચ્ચ કેળવણી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા વિદ્યાર્થીઓને કહું છું કે શહેરમાં જાઓ. ગામડાનો ચેપ શહેરને લગાડવા જજો, શહેરનો ચેપ લેવા નહીં જતા શહેરના સારા  સંસ્કારો હોય તે અહીં લાવો અને ગામડાંઓમાં પણ ફેલાવો. ગ્રામ્ય સંસ્કૃતિના ગુણગાન ગાવાની વાત નથી પરંતુ શહેરમાં ઓરીજનાલીટી નથી, ગામડાંમાં સાચા સૌંદર્ય નિહાળવા મળે છે. સંસ્કારની સરિતા ગામડાંમાં સાચું સૌંદર્યને નિહાળવા મળે છે. જ્યાં સંસ્કારનું સિંચન થાય ત્યાં આદર ભાવથી છલોછલ જીવનનું સર્જન થાય છે.

વર્ષ ૧૮૦૮માં ચાર્લ્સ ફોરિયરે ભૌતિકવાદના લીધે માનવ સમાજમાં વધતી દંભ નીતિને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે  તંદુરસ્ત સમજે ભૌતિક સંપત્તિ વધારવાનું ધ્યેય બહુ રાખવું ન જોઈએ, એમણે બંધુત્વ જેવી પાયાની માનવીય વૃત્તિને વિકસાવવા તરફ વધુ ધ્યાન રાખવું જોઈએ ગામડાંમાં ઘણી બધી રોજગારીની તકો ઉભી થવી જોઈએ. નહીંતર ભૌતિકવાદની દુનિયામાં ગામડા ખોવાતા વાર થશે નહીં અને જીવન જીવવાની સાસ્ચી પદ્ધતિ ખોવાઈ જશે . સારાપણું ખોવાય છે ત્યારે જીવન જીવવાનો હેતુ રહેતો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ