Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆતમાં મા ચામુંડા અને ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને આજે મહાવીર જ્યંતિને યાદ કરીને શુભેચ્છા આપી હતી. ગઇકાલના વાવાઝોડાનો ઉલ્લેખ કરીને કહ્યું રાહત સહાય માટે કેન્દ્ર સરકાર તૈયાર છે અને રાહતો આપશે. તેમણે કહ્યું કે દેશ આખામાં મીઠુ પહોંચાડવામાં આ વિસ્તાર અગ્રેસર છે. પાંચ વર્ષ પહેલા અહીં મેં કહ્યું હતું કે હું એક એવો પ્રધાનસેવક બનીશ કે મજૂરિયા નંબર વન બનીશ અને મજૂર બનીને પાંચ વર્ષ કામ કર્યું છે. આજે ફરી આશિર્વાદ લેવા આવ્યો છું. ગુજરાત 26 બેઠકો ફરીથી આપશે તેમાં કોઇ શંકા નથી. આ ચૂંટણીમાં તમારો મત દેશની દિશા અને દશા નક્કી કરશે. દિલ્હીમાં ગણતરી પ્રમાણે દેશને આગળ લઇ જવા કામ કર્યું છે. મારા પાંચ વર્ષમાં લોકો મોંઘવારી શબ્દ ભૂલી ગયા અને ગોટાળા તો એક પણ થયા નથી મારા શાસનમાં.કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે તેમના નેતાઓ જામીન પર છે. તેમને તિહાર જેલના દરવાજા સુધી પહોંચાડ્યા છે. ફરી 26 બેઠકો ગુજરાત આપશે તો આ નેતાઓ સીધા જેલમાં જશે, એમ કહીને ભાજપને ફરી 26 બેઠકો જીતાડવા અપીલ કરી હતી. અમે નીતિ અને રીતિ બદલી તેના સારા પરિણામ આવ્યાં છે. આતંકવાદનો ઉલ્લેખ કરીને કહ્યું કે મેં પાકિસ્તાનને કહ્યું છે અણુબોંબની ધમકી તો આપતાં નહીં. મારા જવાનો ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને મારીને આવ્યાં છે. કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર બદલાઇ ગયું છે. ગપગોળા ચલાવે છે. કોંગ્રેસના લોકો ભારતની સેનાનો વડો ગલીનો ગૂંડો છે એમ કહીને સેનાનું અપમાન કરે છે. અને પાકિસ્તાન રાજી થાય છે. એવી કોંગ્રેસને સત્તા ના અપાય. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાસે મને ગાળો બોલવા સિવાય બીજુ કાંઇ નથી. તેની વિશ્વનિયતા ખત્મ થઇ ગઇ છે. કોંગ્રેસ મોદીને ગાળો દેતા દેતા ગુજરાતને ગાળો આપે છે. કોંગ્રેસને ગુજરાત પ્રત્યે વેરભાવ છે. હું વડાપ્રધાન બન્યો તો મને ગાળો આપતાં આપતાં હવે ભારતને ગાળો આપે છે. ભારતને મજબૂર નહીં પણ મજબૂત સરકાર જોઇએ. અને તે ભાજપ જ આપી શકે તેમ છે. કોંગ્રેસના ઢંઢેરામાં મધ્યમવર્ગનો કોઇ ઉલ્લેખ જ નથી. મધ્યમવર્ગ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે. તેમણે વિમુક્ત અને વિચરતી જાતિઓ માટે તેમની સરકારે કામ કર્યા હોવાનો દાવો કર્યો હતો. આ સમાજને રહેવા ઘર આપ્યા અને તેમના બાળકોને ભણતર આપ્યું છે. ગુજરાતમાં મેં શરૂ કરાવેલી સૌની યોજના હેઠળ સૌને પાણી મળી રહ્યું છે. કેન્દ્રમાં પાણી માટે અલગ મંત્રાલય અને માછીમારો માટે પણ અલગ મંત્રાલય બનાવવામાં આવશે. હું આ ધરતીનું સંતાન છું. મને આ વખતે પણ 26 બેઠકો આપજો એવી અપીલ પણ તેમણે કહ્યું હતું. કે  ચોકીદારને તમારી મદદ જોઇએ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ