ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના પ્રસાર મધ્યે મંગળવારે ત્રીજું મોત નોંધાયું હતું. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં દુબઇથી આવેલા ૬૪ વર્ષીય વૃદ્ધનું મંગળવારે મોત થયું હતું. આ વ્યક્તિએ તેની ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરી નહોતી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના ૩૦ પોઝિટિવ કેસ નોંધાતાં કુલ દર્દીની સંખ્યા ૧૪૫ પર પહોંચી ગઇ હતી. મહારાષ્ટ્રના પૂણેમાં અમેરિકાથી પરત આવેલી બે વ્યક્તિનો કેસ પોઝિટિવ આવતાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૧ પર પહોંચી હતી. તે ઉપરાંત નાસિકમાં કોરોના બે શંકાસ્પદ કેસ સામે આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.