નાગપુર જિલ્લામાં વર્ધા રોડ પર આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપસર નાગપુર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે ગડકરીના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બાબતે ઉમેશ વિષ્ણુ રાઉત નામના આરોપીની ધરપકડ કરી છે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેનો કોઈ ગુન્હાઈત ભૂતકાળ જાણવા મળ્યો નથી. તે દારુની દુકાનમાં કામ કરે છે. આવી ધમકી આપવા પાછળના તેના આશયની તપાસ થઈ રહી છે.