પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ પોતાના બાળપણના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા અને પિતાના સપનાં પૂરા કરવાના વચનો અંગે વાત કરી હતી.
આજે ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, 'આજે તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'