શેરબજારમાં આજે ફરીથી બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો છે. ગયા શુક્રવારે પણ સેન્સેક્સમાં 1448 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે પણ શુક્રવાર છે અને આજે સેન્સક્સમાં ખુલાતાવેંત 1450 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. એક અંદાજ પ્રમાણે આજે એક મિનિટમાં રોકાણકારોના ચાર લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. મહત્વનું છે કે, ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાનો પગપેસારો કરી દીધો છે. આ વાયરસની અસરથી ગ્લોબલ ઈકોનોમીની વૃદ્ધિ ધીમી પડી જવાના ફફડાટથી શેરબજારમાં મંદીનો માહોલ સર્જાયો છે.