કાશ્મીર મુદ્દો ઉકેલવા ભારત અને પાક. વચ્ચે મધ્યસ્થી કરવા ભારતે અનુરોધ કર્યો હોવાનું ખોટું નિવેદન કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે અમેરિકામાં જ ફસાયા હતા. યુએસ સાંસદ બ્રેડ શેરમેન અને રાજકીય નિષ્ણાતોએ ટ્રમ્પના આવા બાલિશ નિવેદન સામે ટીકાની ઝડીઓ વરસાવી હતી અને તેને અપરિપકવ તેમજ શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતનાં પીએમ મોદીએ ક્યારેય યુએેસ પ્રમુખને મધ્યસ્થતા માટે આગ્રહ કર્યો નથી. આમ ટ્રમ્પની ઘરઆંગણે જ ફજેતી થઈ હતી અને ટ્રમ્પની શેખી અમેરિકાને જ ભારે પડી હતી.