ગુજરાતમાં પ્રતિદિવસ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જોકે, અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લો કોરોના મુક્ત હતો, પરંતુ એકા-એક બનાસકાંઠામાં બે કેસ સામે આવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના પાલનપુરમાં 55 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વાવના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
જિલ્લા મથક પાલનપુર સિવિલમાં બંને દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના 518 કેસ થઇ ગયા છે.