ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલામાં સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્નેની ઓળખ પીર તારિક તેમજ ઈન્શા તરીકે થઈ છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં કુલ 40 CRPFના જવાનો શહીદ થયા હતા.