Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

                                                                             -મણિલાલ એમ. પટેલ

ગાંધીજીની સાર્ધ શતાબ્દી પર્વનું વર્ષ છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર સરકારી-બિનસરકારી અનેક પ્રકારના કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે. આવા કાર્યક્રમો થકી ગાંધી વિચારના પ્રચાર-પ્રસારનો મુખ્ય હેતુ હોય છે. તાજેતરમાં એક કેન્દ્રીય પ્રધાને દિવસની ૧૫૦ કિ.મી.ની પદયાત્રા ૧૫૦ પદયાત્રીઓ સાથે કરી. પદયાત્રા તો ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, ડૉ. દ્વારકાદાસ જોષી જેવા અનેક ગાંધીવાદી મહાપુરુષો વિવિધ હેતુસર કરતા હતા. પણ કોઈ રાજનેતા, પાછો એમાંયે પ્રધાન અને એમાંયે વળી કેન્દ્રીય પ્રધાન પદયાત્રા કરે ત્યારે રણમાં મીઠી વીરડી જેવી ઘટના લાગે. સામાન્ય માણસ પ્રધાન પણ તો શું સામાન્ય નેતા બની જાય તોય હવાઈયાત્રાઓ કરતો થઈ જાય છે ત્યારે મનસુખ માંડવિયા નામના મૂળ પાલીતાણા પંથકના કેન્દ્રીય મંત્રીની ૧૫૦ કિ.મી.ની પદયાત્રા એક અનોખી ઘટના ગણાય. કેમ કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણેજ યાત્રાઓ કરતા હોય છે. એમાંયે પદયાત્રા તો નહીં રથયાત્રા હોય. એમાંય પાછો રથ બધી અદ્યતન સુવિધાયુક્ત હોય. નેતાઓની હવાઈયાત્રાઓ ને રથયાત્રાઓ વચ્ચે ગાંધી બાપુની પદયાત્રા એક અજાયબી જેવી લાગે.

આજ કાલ તો માત્ર ચૂંટણીઓ ટાણે દેખાતા નેતાઓને પછીખોવાયા છેની જાહેરાતો આપવી પડે તેવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે કોઈ પ્રધાન દિલ્હી છોડીને પદયાત્રા કરે તે આજના સમયમાં નવાઈ પમાડે તેવી ઘટના છે. સામી ચૂંટણી હોય ત્યારે નેતા પદયાત્રા કરે ત્યારે રાજકાણની બૂ આવે. પણ મનસુખ માંડવિયા લોકસભાની ચૂંટણી લડવાના હતા ને જાન્યુઆરીમાં ચૂંટણી પણ હતી નહીં. કેમ કે તે રાજ્યસભાના સાંસદ છે. રાજકારણીઓની મથાવટી એટલી બધી મેલી છે કે શુદ્ધ આશયથી પણ કંઈક કરે તોય લોકોને લાગે કે આમાં કંઈક રાજકીય લાભ ખાટવાનું કારસ્તાન હશે યા પક્ષ માટે કરતા હશે. પણ પ્રધાને દિવસીય પદયાત્રામાં ક્યાંય પોતાના પક્ષનું બેનર, પક્ષની સિદ્ધિઓ, સરકારની કામગીરી કે અન્ય સીધી કે આડકતરીતે પોતાના પક્ષનો પ્રચાર કર્યો નથી. પદયાત્રાનો દેખીતો હેતુ નિર્ભેળપણે માત્ર ને માત્ર ગાંધીજીનાં ૧૧ મહાવ્રતો જન જન સુધી પહોંચાડવાનો અને બુનિયાદી શિક્ષણનું મહત્ત્વ સમજાવવાનો હતો. યાત્રામાં ઘણા બધા બિનરાજકીય કે માંડવીયાના પક્ષ સાથે હોય તેવા વક્તાઓ પણ હતા. અમને થયું કે મૂળ ભારતીય જનતા પક્ષના મંત્રીને ગાંધીવિચારના પ્રચારનો વિચાર કેવી રીતે આવ્યો? અમે પગેરું શોધવાનો પ્રયાસ કર્યો હતો પદયાત્રી પ્રધાન મનુભાઈ પંચોલીની બુનિયાદી શિક્ષણની જાણીતા સંસ્થાલોકભારતીનો વિદ્યાર્થી નીકળ્યો. એમ કહેવાય કે માણસ પ્રધાન થવા છતાં લોકભારતીમાં ભણેલું બધું ભૂલી ગયો નથી.

આઝાદીની લડતના સ્વાતંત્ર્યકાળના નેતાઓ માટે પદયાત્રા સહજ હતી. એટલે તેમનો લોકસંપર્કને લોકનાતો મજબૂત હતો. તેમની લોકપ્રિયતા અકબંધ રહેતી હતી. પ્રજા સાથે ખાટલે ખાઈને તેની વેદના વ્યથા સાંભળીને-જાણીને ઉકેલવાની એક અનોખી ભારતીય પ્રથા ને પરંપરા હતાં. ગાંધીજીએ ૨૫ દિવસની ૩૮૬ કિ.મીની દાંડીકૂચ યોજી હતી. આમેય પદયાત્રા તો ગાંધીની જીવન પદ્ધતિની એક ભાગ હતી. વિનોબાજીએ ૭૦ હજાર કિ.મી.ની ભૂદાનયાત્રા યોજીને દાનમાં જમીનો મેળવી હતી. તો રવિશંકર મહારાજની બે પગની ટાયર વિનાની ગાડી માત્ર ખીચડીના પેટ્રોલથી જીવનભર ચાલી. આમ ગાંધીયુગના મહાપુરુષો માટે પદયાત્રા કંઈ નવી વસ્તુ હતી. આજે નેતાઓની પદયાત્રા ઘટી તેમ તેમની વિશ્વસનીયતા પણ ઘટી છે. કેમ કે લોકો સાથેનો તેમનો સીધો નાતો ઘટ્યો છે. આજે તો નેતા પદયાત્રા તો ઠીક પણ ચૂંટા્યા પછી કોઈ કાર્યક્રમ સિવાય ગામમાં લકઝુરિયસ ગાડીમાં પણ આવે તો પણ લોકોને નવાઈ લાગે. ચૂંટણી વખતે લોકોને શોધતા નેતાઓને ચૂંટણી પછી બીજી ચૂંટણીના ગાળામાં લોકોએ શોધવા પડે છે. એટલે કે એક જમાનામાં સામાન્ય માણસ પણ લોકસંપર્કને કારણે ચૂંટણી લડી શકતો તેવી સ્થિતિ આજે નથી. વળી, પ્રચારનો ખર્ચ બહુ થતો નહીં. પ્રજા પણ નેતાને સરળતાથી મળી શકતી હતી. મનસુખ માંડવિયાની પહેલી પદયાત્રા નથી. તેઓ પ્રધાન હતા ત્યારે પણ કન્યા કેળવણી જ્યોત યાત્રા, બેટી બચાવો, બેટી પઢાવો યાત્રા ને વ્યસનમુક્તિ યાત્રા જેવી પદયાત્રાઓ કરી હતી. માંડવિયા દિવસે ચાલીને રાત્રે ગાડીમાં ફરતા હતા, પણ ગામે ગામ દિવસ પોતે પણ ૧૫૦ પદયાત્રીઓ સાથે ચાલ્યા હતા.

યાત્રા દરમિયાન તેમનું સન્માન પણ એક ગામમાંપુસ્તક તુલાથી કરાયું ને તે પુસ્તકો તે ગામની લાઇબ્રેરીને આપી દેવાયાં. રીતેખાદી તુલાનો અનોખો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપરાંત ગામે ગામ સફાઈ, શ્રમદાન, પ્રાર્થના, વૃક્ષારોપણ, પ્રભાતફેરી, ગ્રામસભા, શિક્ષિત કન્યાઓનું સન્માન, ગામના વડીલોનું સન્માન, કઠપૂતળીના ખેલ, લોકસાહિત્યના ડાયરા જેવા અનેક અનોખા કાર્યક્રમો પદયાત્રા દરમિયાન યોજાયા હતા. આમ સમગ્ર પદયાત્રામાં લોકભાગીદારીનો એક અનોખો પ્રયોગ થયો. યાત્રામાં ગાંધી વિચારના વિવિધ અભ્યાસીઓએ ગાંધીજીના ૧૧ મહાવ્રતો પર પ્રવચનો આપ્યાં હતાં. દક્ષિણામૂર્તિ મણારથી નીકળેલી પદયાત્રા ત્રીસ જેટલાં ગામોમાં થઈને વાયા વાળુકડ સણોસરા લોકભારતી ખાતે પૂર્ણ થઈ હતી. આમ મનસુખભાઈની મનના સુખમાટેની યાત્રા હતી. સાંસદ બન્યા તે પહેલાં મનસુખભાઈ તેમના પક્ષના પ્રવકતા હતા ને ઘણી ટીવી ચેનલો પર ચર્ચામાં અમે સાથે હોતા. એક વાર મનસુખભાઈએ મને કહેલું કે, મારે પત્રકારત્વનો અભ્યાસ કરવો છે ત્યારે મેં તેમને કહેલું કે, પત્રકારો તો ઘણા છે, નેતાઓ પણ ઘણા છે પણ દેશને આજે સારા લોકનેતાની જરૂર છે, જે પીડ પરાઈ જાણે રે. મનસુખ માંડવીયાનું લોકનેતા બનવાનું અભિયાન યોગ્ય દિશાનું કદમ છે. કોઈકે મને કહ્યું કે, માંડવીયા સીએમનું ભાવિ મટીરીયલ છે. ગાંધીને સંઘની વિચારધારાનો સમન્વય ધરાવતો ગાંધી વિચારથી શિક્ષિત ને દીક્ષિત એક લોકનેતા સીએમનું મટીરીયલ હોય તો તેનાથી ગુજરાત માટે બીજુ રૂડું પણ શું? ઇચ્છીએ કે માંડવીયા તેમની લોકનેતાની છાયા, છબિ ને શાખ જાળવી રાખશે ને સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોેમાં પણ પદયાત્રાઓ યોજીને પ્રજાજીવનના પ્રશ્નો સાંભળીને ઉકેલવા કોશિશ કરશે.

દેશમાં વધુ ને વધુ સીધો લોકસંપર્ક ધરાવતામનસુખ સ્વરૂપીનેતાઓ આવે કે જે પ્રજા સાથે સીધો નાતો જોડે ને જાળવે, જે પ્રજાની સાથે સાથે ખુદ રાજનેતાઓના પોતાના પણ હિતમાં છે. આવું જનસંપર્ક ને લોક શિક્ષણલોકજાગૃતિ ને લોક ઘડતરનું અભિયાન નેતાઓની બગડેલી મથાવટી સુધારવામાં પણ સહાયભૂત થશે.

લેખ લખ્યા તા.30-5-19

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ