કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આજે ચૂંટણી પ્રચાર સભામાં લાફો મારવાની ચોંકાવનારી ઘટના બની હતી. હાર્દિક પટેલ વઢવાણના બલદાણા આજે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા તે વખતે એક યુવક મંચ પર ચઢી ગયો અને ભાષણ કરી રહેલા હાર્દિકને અચાનક લાફો મારી દીધો હતો. જોકે, લાફો મારનાર યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ હાર્દિકે એવી પ્રતિક્રિયા આપી કે આ ભાજપનું કાવતરું છે. લાફો મારનાર યુવકનું નામ તરુણ ગજ્જર હોવાનું બહાર આવ્યું છે.