Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટેના મેદાનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઈડન ઉભા રહ્યા છે અને તે બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે.

ત્યારે આ બધા વચ્ચે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અને રેપર કેની વેસ્ટ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે તેવા સમાચાર સામે આવ્યા છે. તેના અનુસંધાને જ તેમણે સોશિયલ મીડિયા પર એક ભારે મોટી જાહેરાત કરી છે.

કેની વેસ્ટ એ સોશિયલ મીડિયા પર એક ટ્વીટના માધ્યમથી પોતે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'ભગવાન પર વિશ્વાસ રાખીને આપણે હવે અમેરિકાના તે વચનને સમજવું જોઈએ, એક વિઝન સાથે દેશના ભવિષ્ય અંગે વિચારવું જોઈએ. હું અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યો છું.'

કેની વેસ્ટની આ જાહેરાત સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરનાર કેની વેસ્ટ ચૂંટણી લડે તે ખૂબ અર્થપૂર્ણ છે. હવે તેઓ આ રેસમાં કેટલા આગળ જશે તે તો સમય જ બતાવશે પરંતુ તેમની આ જાહેરાતથી સૌ કોઈની ઉત્સુકતા વધી છે.

Unlock 3.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.