ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં આરોગ્ય સંબધી કારણો અને મેડિકલ સલાહનો સંદર્ભ આપી બંધારણની કલમ ૬૭(એ) હેઠળ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. સંઘપ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ ૭૫ વર્ષે નિવૃત્તિની વાત કહી હતી તેવા સમયે જ ધનખડે રાજીનામું આપ્યું છે.