મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે ભગવાન રામની નગરી અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે હું અહીં રામલલ્લાના આશિર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા દોઢ વર્ષમાં આ મારી ત્રીજી અયોધ્યા મુલાકાત છે. હું વારંવાર અયોધ્યા આવતો રહીશ. તેમણે કહ્યું કે અહીં ભગવાન રામનું મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની છે. મંદિર એવું ભવ્ય બનવું જોઇએ કે તે સમગ્ર દુનિયા જૂએ.