અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ભારત મુલાકાતની પૂર્વસંધ્યાએ કોંગ્રેસે પીએમ મોદી પર સવાલોની ઝડી વરસાવી દીધી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ એચ-વનબી વિઝા, જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (જીએસપી) અને અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાન વચ્ચેના કરાર પર સવાલો ઉઠાવતા કેટલાક શોર્ટ વીડિયો પોસ્ટ કર્યાં હતા.
સૂરજેવાલાના પીએમ મોદીને સવાલ
૧. શું પીએમ મોદી એક કરોડ લોકો સાથેના કાર્યક્રમ પછી ટ્રમ્પને એચ-વનબી વિઝા છૂટથી આપવા જણાવશે?
૨. શું તાલિબાન સાથેના અમેરિકાના શાંતિકરારને ધ્યાનમાં રાખીને મોદી ટ્રમ્પ સમક્ષ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉઠાવશે?
૩. શું આપણે કંદહાર વિમાન અપહરણકાંડ ભૂલી ગયાં છીએ?
૪. નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ પછી શું પીએમ મોદી જીએસપી દરજ્જો પરત મેળવવા ટ્રમ્પ સમક્ષ રજૂઆત કરશે?
૫. પીએમ મોદી ભારત માટે સસ્તં ક્રૂડ તેલ સુનિશ્ચિત કરી શકશે?